Not Set/ વિપક્ષ મોદીને હટાવવા માંગે છે ત્યારે ભાજપ દેશને ભ્રષ્ટાચાર અને ગરીબીમાંથી દૂર કરવા કટિબદ્ધ છે : અમિત શાહ

નવી દિલ્હી, આજે ૨૬ મે એટલે કે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ શનિવારે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આ પ્રસંગે ભાજપ, પીએમ નરેન્દ્ર મોદી તેમજ સરકારના કેબિનેટ મંત્રીઓ પોતાની સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોચાડી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ રાજધાની દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પોતાની સરકારના […]

Top Stories
amit shah 1 વિપક્ષ મોદીને હટાવવા માંગે છે ત્યારે ભાજપ દેશને ભ્રષ્ટાચાર અને ગરીબીમાંથી દૂર કરવા કટિબદ્ધ છે : અમિત શાહ

નવી દિલ્હી,

આજે ૨૬ મે એટલે કે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ શનિવારે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આ પ્રસંગે ભાજપ, પીએમ નરેન્દ્ર મોદી તેમજ સરકારના કેબિનેટ મંત્રીઓ પોતાની સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોચાડી રહ્યા છે.

ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ રાજધાની દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પોતાની સરકારના લેખા-જોખા રજૂ કર્યા હતા. આ દરમિયાન શાહે પીએમ મોદીના ભરપુર વખાણ કર્યા હતા તો બીજી બાજુ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

પત્રકાર પરિષદને સંબોધતા અમિત શાહે જણાવ્યું,

PM નરેન્દ્ર મોદી પોતાના વાયદાઓ પર ખરા ઉતર્યા છે.

મોદીજીના નેતૃત્વમાં અમારા દ્વારા એક ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે.

મોદી સરકારે ખેડૂતો માટે કામ કર્યું છે.

વિપક્ષ મોદીને હટાવવા માંગે છે ત્યારે મોદીજીના નેતૃત્વમાં ભાજપ દેશને ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા અને ગરીબીમાંથી હટાવવા માંગે છે.

૨૦૨૨ સુધીમાં તમામને ઘરનું ઘર મળશે

ભારતે વિદેશો સાથે સારા સંબંધ વિક્સા

ચાર વર્ષમાં દેશનું ગૌરવ વધ્યું

અસ્થિરતાનો આવ્યો અંત

૩૦ વર્ષ બાદ પૂર્ણ બહુમત સાથે સરકાર

વિશ્વમાં ગૌરવ આપનાર સરકારને અભિનંદન

મોદી સરકાર બાદ દેશમાં પરિવર્તન આવ્યું છે.

મોદી ૧૫ કલાક કામ કરનાર પ્રધાનમંત્રી છે.

૧૭ વર્ષથી રાહ જોતા ખેડૂતોનું કામ ૪ વર્ષમા પૂર્ણ

૯ કરોડ યુવાનોને રોજગારી આપવાનું કામ ભાજપે કર્યું છે.

સરકારના કામને જનતા સુધી પહોચાડ્યું

આશાના કિરણનો સંચાર એટલો મોદી સરકાર

અંધારામાં દિપકરૂપે મોદી સરકાર

પાર્ટી તરફથી pm મોદીને શુભેચ્છા

સમગ્ર મંત્રીમંડળને અભિનંદન

NDAના ગઠબંધનમાં TDP છોડીને ગઈ છે તો નીતિશ જી અમારી સાથે આવ્યા છે. ૨૦૧૪ પછી એનડીએમાં ૧૪ પાર્ટીઓનો સમાવેશ થયો છે.

તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે કોંગ્રેસની સરકાર દરમિયાન પણ હતા. પરંતુ તેઓ અમારી સરકારમાં માત્ર ત્રણ દિવસના ભાવવધારાના કારણે હેરાન થઇ ગયા છે. સરકાર આ અંગે વિચારણા કરી રહી છે અને દિર્ઘકાલીન સમાધાન ચકાસવામાં આવશે.