Not Set/ રેલ્વે 1 જૂનથી 200 નોન એસી ટ્રેનો ચલાવશે, ટિકિટનું બુકિંગ થશે IRCTC ની વેબસાઇટ

દરેક જણ લોકડાઉન વચ્ચે ટ્રેનો દોડવાની રાહ જોઇ રહ્યું છે. લોકોએ અપેક્ષા રાખી હતી કે લોકડાઉન 4 માં પેસેન્જર ટ્રેનોનાં સંચાલનમાં સરકાર થોડી છૂટછાટ આપશે, પરંતુ આવું થયું નહીં. હવે આ દરમિયાન રેલ્વે પ્રધાન દ્વારા મોટા રાહતનાં સમાચાર આપવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે એક ટ્વિટમાં માહિતી આપી છે કે રેલ્વે 1 જૂન, […]

India
7c287227e35dacad123c3eeea898fdaf રેલ્વે 1 જૂનથી 200 નોન એસી ટ્રેનો ચલાવશે, ટિકિટનું બુકિંગ થશે IRCTC ની વેબસાઇટ
7c287227e35dacad123c3eeea898fdaf રેલ્વે 1 જૂનથી 200 નોન એસી ટ્રેનો ચલાવશે, ટિકિટનું બુકિંગ થશે IRCTC ની વેબસાઇટ

દરેક જણ લોકડાઉન વચ્ચે ટ્રેનો દોડવાની રાહ જોઇ રહ્યું છે. લોકોએ અપેક્ષા રાખી હતી કે લોકડાઉન 4 માં પેસેન્જર ટ્રેનોનાં સંચાલનમાં સરકાર થોડી છૂટછાટ આપશે, પરંતુ આવું થયું નહીં. હવે આ દરમિયાન રેલ્વે પ્રધાન દ્વારા મોટા રાહતનાં સમાચાર આપવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે એક ટ્વિટમાં માહિતી આપી છે કે રેલ્વે 1 જૂન, 2020 થી 200 નોન એસી ટ્રેનો ચલાવશે.

1 જૂનથી દેશભરમાં 200 નોન એસી ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો તેમના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલશે. મજૂર વિશેષ ટ્રેનો ઉપરાંત, રેલ્વે ટૂંક સમયમાં 1 જૂનથી દરરોજ 200 વધારાની ટાઇમ ટેબલ ટ્રેનો દોડાવશે, જે નોન એસી બીજા વર્ગની ટ્રેનો હશે. મોડી સાંજે રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે 1 જુનથી રેલ્વેની દેશભરમાં 200 નોન એસી મેઇલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનોનું સંચાલન ટાઇમ ટેબલ પ્રમાણે કરવામાં આવશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, આ ટ્રેનોમાં ટિકિટનું ઓનલાઇન બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. વળી, આ ટ્રેનોમાં વેટિંગ લિસ્ટની ટિકિટો પણ મળી શકે છે, પરંતુ તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ જેવી સિસ્ટમ નહીં હોય. રેલ્વે મંત્રીએ કહ્યું છે કે, આ ટ્રેનોમાં ટિકિટનું બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઇટ દ્વારા જ કરવામાં આવશે. આ ટિકિટનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોને વિનંતી છે કે તેઓ મજૂરોને મદદ કરે અને નજીકનાં મેઇનલાઇન સ્ટેશન પાસે નોંધણી કરે અને રેલ્વેને સૂચિ આપે જેથી રેલ્વે મજૂર વિશેષ ટ્રેનો ચલાવી શકે. મજૂરોને તેમની જગ્યાએ રહેવાની વિનંતી છે, ટૂંક સમયમાં ભારતીય રેલ્વે તેમને ગંતવ્ય પર લઈ જશે. તેમણે કહ્યું કે ગરીબ મજૂરો માટે શ્રમિક સ્પેશ્યલ અને ધનિક લોકો માટે રાજધાની સ્પેશિયલ ચલાવ્યા બાદ હવે રેલ્વે પણ દેશભરમાં મેઇલ એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.