Not Set/ ખૂંટી ગેંગરેપ કાંડમાં કોર્ટનો મહત્વનો નિર્ણય, દોષીઓને સંભળાવી આજીવન જેલની સજા

ખૂંટી ગેંગરેપ કાંડમાં કોર્ટે દોષીઓને આજીવન જેલની સજા સંભળવી છે. આ કેસમાં ફાદર અલ્ફાંસો સહિત 6 આરોપીઓને આ સજા સંભળાવવામાં આવી છે. આ પહેલા 7 મે નાં રોજ કોર્ટે બધા જ 6 આરોપીઓને પહેલા જ દોષી કરાર કરતા 17 મે નાં રોજ સુનવણીની તારીખ નક્કી કરી હતી. આ કેસમાં 8 લોકોને દોષી ઠેરાવ્યા હતા. જેમાથી […]

Top Stories India
rape ખૂંટી ગેંગરેપ કાંડમાં કોર્ટનો મહત્વનો નિર્ણય, દોષીઓને સંભળાવી આજીવન જેલની સજા

ખૂંટી ગેંગરેપ કાંડમાં કોર્ટે દોષીઓને આજીવન જેલની સજા સંભળવી છે. આ કેસમાં ફાદર અલ્ફાંસો સહિત 6 આરોપીઓને આ સજા સંભળાવવામાં આવી છે. આ પહેલા 7 મે નાં રોજ કોર્ટે બધા જ 6 આરોપીઓને પહેલા જ દોષી કરાર કરતા 17 મે નાં રોજ સુનવણીની તારીખ નક્કી કરી હતી. આ કેસમાં 8 લોકોને દોષી ઠેરાવ્યા હતા. જેમાથી એક દોષી હજુ પોલીસની પકડમાં આવ્યો નથી, જ્યારે એક સગીરનાં કેસને જુવેનાઇલ કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો છે.

કોર્ટે આ આરોપીઓને સંભળાવી સજા

જીલ્લા અને સેશન્સ જજ પ્રથમ રાજેશ કુમારની અદાલતમાં સજા પામેલા દોષીઓમાં ફાધર આલ્ફાંસો, જ્હોન જુનાસ તિડૂ, બલરામ સમદ, જુનાસ મુંડા, બાજી સમદ ઉર્ફે ટકલા અને અયૂબ સાંડી પૂર્તિનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઇએ કે, વર્ષ 2018માં ખૂંટી જિલ્લાની પીડિતો દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર મુજબ કોચાંગનાં સ્ટોપમેન સ્કૂલમાં 19 જૂન 2018નાં રોજ નુક્કડ નાટકનો કાર્યક્રમ હતો. આશા કિરણ સંસ્થાની સિસ્ટર રંજીતાની સાથે નાટક મંડળીનાં 11 સદસ્ય કોચાંગનાં બજાર ટાંડ ગયા હતા. ત્યારે એબ્યુલન્સનાં ડ્રાઈવરે તેમને જણાવ્યુ કે ફાધર આલ્ફાંસોએ બોલાવ્યા છે. તે જ સમયે પાંચ યુવકો બાઇક લઇને આવ્યા અને તેમણે ફાધર સાથે ચર્ચા કરી. ત્યારબાદ ફાધરે કહ્યુ કે, આ લોકો તમને બે કલાક માટે સાથે લઇને જશે. છોકરીઓએ સિસ્ટરની સાથે જવાની વાત કરી. પરંતુ ફાધરે ના કહી દીધી. ત્યારબાદ આ લોકો છોકરીઓને એક અજાણી જગ્યાએ લઇ ગયા અને એક પછી એક છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યો. તેટલુ જ નહી પણ તે દુષ્કર્મનો વીડિયો પણ બનાવ્યો.