Not Set/ પીએમ મોદીનો મતવિસ્તાર આવો હોય ?  કોંગ્રેસના ઉમેદવાર અજય રાય સાથે મંતવ્ય ન્યુઝની ખાસ મુલાકાત

વારાણસી, દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણીનો બરાબર માહોલ જામ્યો છે ત્યારે સૌની નજર પીએમ મોદી જે સીટ પરથી ઇલેક્શન લડી રહ્યાં છે તે વારાણસીની બેઠક પર છે.વારાણસીની સીટ પર પીએમ મોદીની સામે કોંગ્રેસના અજય રાય ચૂંટણી લડી રહ્યાં છે.પાંચ વાર ધારાસભ્ય રહી ચુકેલા અજય રાય આમ તો ગત 2014માં પણ પીએમ મોદી સામે વારાણસીની સીટ પરથી […]

Top Stories India
ara 10 પીએમ મોદીનો મતવિસ્તાર આવો હોય ?  કોંગ્રેસના ઉમેદવાર અજય રાય સાથે મંતવ્ય ન્યુઝની ખાસ મુલાકાત

વારાણસી,

દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણીનો બરાબર માહોલ જામ્યો છે ત્યારે સૌની નજર પીએમ મોદી જે સીટ પરથી ઇલેક્શન લડી રહ્યાં છે તે વારાણસીની બેઠક પર છે.વારાણસીની સીટ પર પીએમ મોદીની સામે કોંગ્રેસના અજય રાય ચૂંટણી લડી રહ્યાં છે.પાંચ વાર ધારાસભ્ય રહી ચુકેલા અજય રાય આમ તો ગત 2014માં પણ પીએમ મોદી સામે વારાણસીની સીટ પરથી જ લડેલાં અને કરારી હારનો સામનો કરવો પડ્યો હતો.

મંતવ્ય ન્યુઝે અજય રાય સાથે ખાસ મુલાકાત કરીને તેમને વારાણસી વિશે પુછ્યું તો તેમણે સીધો પીએમ મોદી પર વાર કરતાં કહ્યું કે શું આવો કાશીનો વિકાસ હોય? શું આ પીએમનો મતવિસ્તાર છે ?

અજય રાયે કહ્યું કે અહીં પીવાનું પાણી નથી અને શહેર આખું ટ્રાફિક જામથી ભરેલું છે.મોદીજીએ કહ્યું હતું કે મા ગંગા તેમને બોલાવે છે,પરંતું ગંગામાં હજુ પણ નાળાનું ગંદુ પાણી આવે છે.ગંગામાં બંદરગાહ બનાવવાનું કહ્યું હતું પરંતું અહીં શીપ આવતા નથી.કાશીનો વિકાસ થયો નથી.

પીએમ મોદી જેવા સૌથી સશક્ત ઉમેદવાર સામે લડતા હોવા છતાં અજય રાયે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કાશીપુત્રને જીતાડો.મોદીજીના મંત્રીઓને વારાણસીમાં ઘરે ઘરે જઇને મત માંગવો પડે છે.વારાણસીમાં બેરોજગારી વધી છે.મોદીજી નોટબંધી અને જીએસટીના નામે મતો માંગી નથી શકતા.આ વખતે અમારી જીન નક્કી છે.

મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતાં અજય રાયે કોંગ્રેસના ઉપલબ્ધિ અને પીએમ મોદીની નિષ્ફળતાઓ વિશે કેવા પ્રહારો કર્યા તે અહીં સાંભળો..