Not Set/ બનાસકાંઠાનાં ખેડૂતો આકરા પણીએ, જાણો કેમ આપી ઉગ્ર અંદોલનની ચિમકી

ખેડૂતો આમ પણ મોસમનાં મારથી પરેશાન છે. ઓછા વરસાદનાં પગલે શિયાળામાં જ પશુઓનાં ઘાસચારાને લઇને તંગીનો કકડાટ શરૂ થઇ ગયો હતો અને ગુજરાતમાં કચ્છ અને ખાસ કરીને સાબર અને બનાસકાંઠાનાં ખેડૂતો અને પશુપાલકોને હિજરતનો સુધાનો વારો આવી ગયો હતો. એક તો ઘાસચારાનો ભરપૂર આભાવ હોવાથી પહેલેથી જ દાણ અને ઘાસચારાનાં ભાવ આસમાને છે. ત્યારે બનાસકાંઠાની […]

Top Stories Gujarat Others
banasdairy બનાસકાંઠાનાં ખેડૂતો આકરા પણીએ, જાણો કેમ આપી ઉગ્ર અંદોલનની ચિમકી

ખેડૂતો આમ પણ મોસમનાં મારથી પરેશાન છે. ઓછા વરસાદનાં પગલે શિયાળામાં જ પશુઓનાં ઘાસચારાને લઇને તંગીનો કકડાટ શરૂ થઇ ગયો હતો અને ગુજરાતમાં કચ્છ અને ખાસ કરીને સાબર અને બનાસકાંઠાનાં ખેડૂતો અને પશુપાલકોને હિજરતનો સુધાનો વારો આવી ગયો હતો. એક તો ઘાસચારાનો ભરપૂર આભાવ હોવાથી પહેલેથી જ દાણ અને ઘાસચારાનાં ભાવ આસમાને છે. ત્યારે બનાસકાંઠાની બનાસડેરી એ ખેડૂતોને પડતા પર પાટુ માર્યું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.

banasdan બનાસકાંઠાનાં ખેડૂતો આકરા પણીએ, જાણો કેમ આપી ઉગ્ર અંદોલનની ચિમકી

ગુજરાત ભરની ડેરીઓ દ્રારા થોડા સમય પહેલા જ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધનાં ભાવો ઘટાડવામાં આવ્યા હતા. તો હવે બનાસડેરીના બનાસદાણનાં ભાવમાં તોતીંગ વધારો જીકવામાં આવ્યો છે. ત્યારે આ સહકારી ડેરીઓ છે કે અસહકારી ડેરી તેવી લાગણી ખેડૂતો અનેે પશુપાલકોમાં જોવા મળી રહી છે.

ban બનાસકાંઠાનાં ખેડૂતો આકરા પણીએ, જાણો કેમ આપી ઉગ્ર અંદોલનની ચિમકી

બનાસદાણમાં તોતીંગ ભાવ વધારાને લઈ ભારતીય કિસાન સંઘ ખફા થઇ ગયુ છે અને ભાવ વધારો તાતકાલીક  અસરથી પાછો ખેંચવા કલેકટરને આવેદન આપ્યું છે. અને સાથે સાથે ખેડૂતો અને ખેડૂત સંઘ દ્રારા જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આક્રમક લડત આપવામાં આવશે તેવી તિખી પ્રતિક્રિયા સાથે ચિમકી ઉચ્ચારવામાં આવી છે.