Not Set/ PM મોદીએ કહ્યુ, અમ્ફાનનાં કારણે સર્જાયેલા વિનાશનાં દ્રશ્યો હુ જોઇ રહ્યુ છું, હું પ્રાર્થના કરું છું કે…

અમ્ફાન ચક્રવાત ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે. વિનાશનું દ્રશ્ય ચારે બાજુ દેખાઇ રહ્યુ છે. લગભગ 190 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારે વરસાદથી પશ્ચિમ બંગાળમાં કહેર સર્જાયો છે. ડઝનેક લોકોનાં મોત નીપજ્યાં છે. લાખોનું નુકસાન થયું છે. આ નુકસાન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે તેમજ દરેક […]

India
a818498caa88818292f31688858495f4 PM મોદીએ કહ્યુ, અમ્ફાનનાં કારણે સર્જાયેલા વિનાશનાં દ્રશ્યો હુ જોઇ રહ્યુ છું, હું પ્રાર્થના કરું છું કે...
a818498caa88818292f31688858495f4 PM મોદીએ કહ્યુ, અમ્ફાનનાં કારણે સર્જાયેલા વિનાશનાં દ્રશ્યો હુ જોઇ રહ્યુ છું, હું પ્રાર્થના કરું છું કે...

અમ્ફાન ચક્રવાત ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે. વિનાશનું દ્રશ્ય ચારે બાજુ દેખાઇ રહ્યુ છે. લગભગ 190 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારે વરસાદથી પશ્ચિમ બંગાળમાં કહેર સર્જાયો છે. ડઝનેક લોકોનાં મોત નીપજ્યાં છે. લાખોનું નુકસાન થયું છે. આ નુકસાન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે તેમજ દરેક વસ્તુ સામાન્ય થવાની ખાતરી પણ આપી છે.

તેમણે કહ્યું, ‘હું પશ્ચિમ બંગાળમાં અમ્ફાનને કારણે સર્જાયેલા વિનાશનાં દ્રશ્યો જોઇ રહ્યુ છું. આ પડકારજનક સમયમાં સમગ્ર દેશ પશ્ચિમ બંગાળ સાથે ઉભો છે. હું રાજ્યનાં લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરું છું. સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું, ‘ ચક્રવાત અસરગ્રસ્ત ભાગોમાં એનડીઆરએફ ટીમો કામ કરી રહી છે. ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પશ્ચિમ બંગાળ સરકાર સાથે કામ કરી રહ્યા છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કોઇ જ કસર બાકી રાખવામાં નહીં આવે.પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશાની જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, ‘ઓડિશાનાં લોકો ચક્રવાત અમ્ફાનની અસરોને બહાદુરીથી લડત આપી રહ્યા છે. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાયની ખાતરી કરવા માટે જમીન પર કામ કરી રહ્યા છે. હું પ્રાર્થના કરું છું કે પરિસ્થિતિ જલદીથી જલ્દી સામાન્ય થઇ જાય.

આપને જણાવી દઇએ કે, અમ્ફાનનાં વિનાશમાં અત્યાર સુધી 21 લોકોનાં મોત થયાનાં અહેવાલ છે. પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનને કારણે 12 લોકો અને ઓડિશામાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, પડોશી બાંગ્લાદેશમાં 7 લોકોનાં મોત નીપજ્યાં. અમ્ફાનનાં વિનાશનાં કારણે કોલકાતા એરપોર્ટ પાણી-પાણી થઇ ગયુ છે. વરસાદને કારણે કોલકાતાનાં ઘણા ભાગોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.