Not Set/ કોરોનાની માર સહન કરી રહ્યા છે સેક્સ વર્કર્સ, એક સમયનું ખાવાનું મળવુ પણ બન્યું મુશ્કેલ

કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનની અસર સેક્સ વર્કર પર પણ પડી છે. દિલ્હીનાં ઘણા સેક્સ વર્કરો કોરોના વાયરસ લોકડાઉનને કારણે ઘર ચલાવવામાં પણ લાચાર બન્યા છે. આજીવિકાના સાધનસામગ્રી સાથે, તેઓ ભૂખમરાની આરે આવી ગયા છે અને આખરે તેમાંના 60 ટકાથી વધુ લોકો તેમના ગૃહ રાજ્યોમાં પરત ફર્યા છે. કોરોના વાયરસ આજે દરેક લોકો માટે કાળ […]

India
2bbd75b85d18285f303c2f4c915fa5af કોરોનાની માર સહન કરી રહ્યા છે સેક્સ વર્કર્સ, એક સમયનું ખાવાનું મળવુ પણ બન્યું મુશ્કેલ
2bbd75b85d18285f303c2f4c915fa5af કોરોનાની માર સહન કરી રહ્યા છે સેક્સ વર્કર્સ, એક સમયનું ખાવાનું મળવુ પણ બન્યું મુશ્કેલ

કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનની અસર સેક્સ વર્કર પર પણ પડી છે. દિલ્હીનાં ઘણા સેક્સ વર્કરો કોરોના વાયરસ લોકડાઉનને કારણે ઘર ચલાવવામાં પણ લાચાર બન્યા છે. આજીવિકાના સાધનસામગ્રી સાથે, તેઓ ભૂખમરાની આરે આવી ગયા છે અને આખરે તેમાંના 60 ટકાથી વધુ લોકો તેમના ગૃહ રાજ્યોમાં પરત ફર્યા છે.

કોરોના વાયરસ આજે દરેક લોકો માટે કાળ બનીને આવ્યો છે, જ્યા આ રોગને કારણે સેક્સ વર્કર્સ માટે જીવનનું જીવવુ મુશ્કેલ બની ગયુ છે. વાયરસનાં કારણે શહેરનાં યૌનકર્મીઓને મોટી અસર થઇ રહી છે. જેના કારણે તેઓ હવે એક એક કરીને પોતાના વતન તરફ વળ્યા છે. દેશભરમાં યૌન કર્મીઓ માટે કાયદાકીય અધિકાર, આરોગ્ય અને સામાજિક સુરક્ષાનાં મુદ્દા પર કાર્યરત જૂથ, ઓલ ઈન્ડિયા નેટવર્ક ઓફ સેક્સ વર્કર્સ (એઆઈએનએસડબ્લ્યૂ) નાં પ્રમુખ કુસુમે જણાવ્યું હતું કે, દિલ્હીનાં 60 ટકા સેક્સ વર્કર્સ તેમના ગૃહ રાજ્યો માટે રવાના થયા છે.

આ મહામારીનાં કારણે સેક્સ વર્કર્સ માટે અત્યાર સુધીનો સૌથી કપરો સમય આવ્યો છે. એઆઈએનએસડબ્લ્યૂ પ્રમુખ કુસુમે કહ્યું, “સરકારી આંકડા મુજબ, દિલ્હીમાં કુલ રજિસ્ટર્ડ સેક્સ વર્કર્સની સંખ્યા પાંચ હજાર છે અને ગૃહ રાજ્યોમાં પાછા ફરતા યૌનકર્મીઓની સંખ્યા ત્રણ હજાર છે.” તેમણે કહ્યુ કે, ખાવા અને દવા જેવી જરૂરિયાતી સુવિધાઓનાં અભાવનાં કારણએ ઘણા અઠવાડિયાનાં સંઘર્ષ બાદ તેઓએ શહેર છોડવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.