Not Set/ દિલ્હીમાં સ્ક્રીનિંગ માટે લાઈનમાં ઉભા રહેલા મજૂરો પર પાલિકાએ કર્યુ કેમિકલ સ્પ્રે, બાદમાં માંગી માફી

દેશમાં કોરોનાનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ સેનેટાઇઝર્સનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, રાજધાની દિલ્હીમાં વિશેષ ટ્રેનમાં જતાં પહેલાં પાલિકાનાં એક કર્મચારીએ સ્ક્રીનીંગ માટે લાઇનમાં ઉભા રહેલા મજૂરો પર કેમિકલ છાંટ્યું હતું. આ અમાનવીય ઘટના દક્ષિણ દિલ્હીનાં લાજપત નગરમાં બની છે. આ લોકો મજૂરો માટે ચલાવવામાં […]

India
b66431c37f17f6c231374be8956c9ae0 દિલ્હીમાં સ્ક્રીનિંગ માટે લાઈનમાં ઉભા રહેલા મજૂરો પર પાલિકાએ કર્યુ કેમિકલ સ્પ્રે, બાદમાં માંગી માફી
b66431c37f17f6c231374be8956c9ae0 દિલ્હીમાં સ્ક્રીનિંગ માટે લાઈનમાં ઉભા રહેલા મજૂરો પર પાલિકાએ કર્યુ કેમિકલ સ્પ્રે, બાદમાં માંગી માફી

દેશમાં કોરોનાનો કહેર દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ સેનેટાઇઝર્સનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, રાજધાની દિલ્હીમાં વિશેષ ટ્રેનમાં જતાં પહેલાં પાલિકાનાં એક કર્મચારીએ સ્ક્રીનીંગ માટે લાઇનમાં ઉભા રહેલા મજૂરો પર કેમિકલ છાંટ્યું હતું. આ અમાનવીય ઘટના દક્ષિણ દિલ્હીનાં લાજપત નગરમાં બની છે.

54bc39507eaadbc87e35c3372fb62533 દિલ્હીમાં સ્ક્રીનિંગ માટે લાઈનમાં ઉભા રહેલા મજૂરો પર પાલિકાએ કર્યુ કેમિકલ સ્પ્રે, બાદમાં માંગી માફી

આ લોકો મજૂરો માટે ચલાવવામાં આવી રહી ટ્રેનમાં ચઢતા પહેલા સ્ક્રીનીંગ કરવા માટે ભેગા થયા હતા. આ સમય દરમિયાન, વિસ્તારને સફાઇ કરવા આવેલા મ્યુનિસિપલ કર્મચારીઓએ મજૂરો ઉપર પણ જીવાણુનાશક દવા છાંટી હતી. એમસીડીએ આ ઘટના માટે માફી માંગી છે. મજૂરો સાથેની અમાનવીય વર્તણૂક અંગે સ્પષ્ટતા કરતી વખતે, દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે, તેમના કર્મચારી જેટિંગ મશીનનાં દબાણને સંભાળી શક્યા નહી, જેના કારણે મજૂરો પર છંટકાવ થઇ ગયો. આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું નથી. મહાનગરપાલિકાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, એસડીએમસી અધિકારીઓએ પણ પરપ્રાંતિય મજૂરોની માફી માંગી છે.

1b9c69b209711faa9e2d78b6941eca7e દિલ્હીમાં સ્ક્રીનિંગ માટે લાઈનમાં ઉભા રહેલા મજૂરો પર પાલિકાએ કર્યુ કેમિકલ સ્પ્રે, બાદમાં માંગી માફી

આ મજૂરો લાજપત નગરની એક શાળામાં સ્ક્રીનિંગ માટે એકઠા થયા હતા. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વતી કહેવામાં આવ્યું હતું કે, જે શાળામાં મજૂરો હતા તે રહેણાંક કોલોનીમાં છે. વિસ્તારનાં લોકો શેરીઓ અને પરિસરમાં છાંટવાની માંગ કરી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને ટીમ રવાના કરવામાં આવી હતી. જેટ મશીન પર ખૂબ દબાણ હોય છે અને તેથી જ કર્મચારી તેને થોડો સમય સંભાળી શક્યો નહીં. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓ થઇ રહી છે. કોરોના ફાટી નીકળ્યા પછી અન્ય કોઈ સામગ્રીની જેમ મજૂરો પર કેમિકલ લગાવવાનો આ પહેલો કેસ નથી. ઉત્તર પ્રદેશના બરેલીમાં, બાળકો અને મજૂરોને કેમિકલ રૂપે સેનિટાઇઝ આપવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ આ લોકોને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. આ કેસમાં વહીવટી તંત્રનાં વલણની આકરી ટીકાઓ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.