Not Set/ #ViralVideo/ માતાને મિસ કરતાં મહિલા PSIનાં પુત્રનો વીડિયો થયો વાઇરલ…

કોરોના સામે લાંબા સમયથી જંગ લડી રહેલા આપણી પોલીસ તો સલામ અને સન્માનને પાત્ર છે જ. પરંતુ આવા જ સન્માનને પાત્ર છે તે પોલીસ વાળાનાં પરિવાજનો અને જો ખાસ વાત કરવામાં આવે તો આવા કોરોના વોરિયર્સ મહિલા પોલીસ કર્મી કે જે મહિલા પોલીસ કર્મીને નાના બાળકો છે. જી હા, વાત વિચાર કરી દે તેવી છે, […]

Videos
ab52895c17c1517025b20c648c54ab40 1 #ViralVideo/ માતાને મિસ કરતાં મહિલા PSIનાં પુત્રનો વીડિયો થયો વાઇરલ...
ab52895c17c1517025b20c648c54ab40 1 #ViralVideo/ માતાને મિસ કરતાં મહિલા PSIનાં પુત્રનો વીડિયો થયો વાઇરલ...

કોરોના સામે લાંબા સમયથી જંગ લડી રહેલા આપણી પોલીસ તો સલામ અને સન્માનને પાત્ર છે જ. પરંતુ આવા જ સન્માનને પાત્ર છે તે પોલીસ વાળાનાં પરિવાજનો અને જો ખાસ વાત કરવામાં આવે તો આવા કોરોના વોરિયર્સ મહિલા પોલીસ કર્મી કે જે મહિલા પોલીસ કર્મીને નાના બાળકો છે. જી હા, વાત વિચાર કરી દે તેવી છે, જ્યારે આપણે કોરોનાથી ડરીને ઘરમા પુરાયા છીએ ત્યારે આ પોલીસ કર્મીઓ પોતાનાં પરિવારને છોડી કોરોના સામે પ્રત્યક્ષ કહી શકાય તેવી જંગ લડી રહ્યા છે. સાપ્રંત સમયમાં અનેક મહિલા પોલીસ કર્મીઓના કિસ્સા સામે આવ્યા કે જે પોતાના પરિવારને મહત્વ ન આપતા પોતાની ફરજને મહત્વ આપે છે. અનેક મહિલા પોલીસ કર્મી પોતાનાં નાના ભૂલકાઓ સાથે પણ ડ્યુટી કરતા જોવમાં આવે છે. તો અનેક મહિલા પોલીસ કર્મી સગર્ભા હોવા છતા પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. 

અહી વાત છે આવા જ એક કોરોના વોરિયર પોલીસ કર્મીના પુત્રની જે તેની માતા એવા મહિલા PSIને મિસ કરી રહ્યો છે. પોતાની માતાની વર્દીમાં પોતાનો હાથ પોરવી માતાનાં પ્રેમ અને હુફની અનુભૂતી લેતા આ બાળકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે તો આવો જોઇએ………

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….