Not Set/ ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થયા બાદ હવે ચાર્ટર ફ્લાઇટને ઘરેલુ ઉડાન ભરવાની આપવામા આવી પરવાનગી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારથી ચાર્ટર્ડ એરલાઇન ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. સોમવારથી, ઘરેલુ મુસાફરો માટે પણ એરલાઇન્સ શરૂ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, “બિન-સુનિશ્ચિત અને ખાનગી ઓપરેટરો” સ્થાનિક ફ્લાઇટ્સ માટે 25 મે થી સ્થિર વિમાન, હેલિકોપ્ટર અને નાના વિમાનોનું સંચાલન કરી શકે છે. મંત્રાલયે આ સંદર્ભે જારી કરેલા એક નિર્દેશમાં જણાવ્યું છે […]

India
b971a56621432219b4705d87e18c80aa ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થયા બાદ હવે ચાર્ટર ફ્લાઇટને ઘરેલુ ઉડાન ભરવાની આપવામા આવી પરવાનગી
b971a56621432219b4705d87e18c80aa ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થયા બાદ હવે ચાર્ટર ફ્લાઇટને ઘરેલુ ઉડાન ભરવાની આપવામા આવી પરવાનગી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારથી ચાર્ટર્ડ એરલાઇન ફરી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. સોમવારથી, ઘરેલુ મુસાફરો માટે પણ એરલાઇન્સ શરૂ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, “બિન-સુનિશ્ચિત અને ખાનગી ઓપરેટરો” સ્થાનિક ફ્લાઇટ્સ માટે 25 મે થી સ્થિર વિમાન, હેલિકોપ્ટર અને નાના વિમાનોનું સંચાલન કરી શકે છે.

મંત્રાલયે આ સંદર્ભે જારી કરેલા એક નિર્દેશમાં જણાવ્યું છે કે, જો મુસાફરો ચાર્ટર્ડ હેલિકોપ્ટર માટે કાઉન્ટરથી ટિકિટ બુક કરાવે છે, તો બોર્ડિંગ પાસ હેલીપેડ અથવા હેલીપોર્ટ પર ઓછામા ઓછા સંપર્કમાં આવ્યા વિના આપવો જોઈએ અને આ સમય દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડિસેન્ટિમિનેશનનાં તમામ નિયમોનું પાલન થવું જોઈએ.

ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે, મુસાફરોને વિમાન રવાના થતાં ઓછામાં ઓછા 45 મિનિટ પહેલાં એરપોર્ટ, હેલીપોર્ટ અથવા હેલીપેડ પર પહોંચવું જોઈએ. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, “વૃદ્ધ, સગર્ભા સ્ત્રીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવતા લોકોને મુસાફરીથી દૂર રહેવાની સલાહ આપવામા આવી છે.” જો કે, આ સલાહ એર એમ્બ્યુલન્સનાં કિસ્સામાં લાગુ પડશે નહીં.

મંત્રાલયે કહ્યું કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા સ્થાનિક ફ્લાઇટ્સની ટિકિટનાં મહત્તમ ભાવને લગતા નિયમો ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પર લાગુ નહીં થાય. માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, “હવાઈ મુસાફરીનું ભાડુ ઓપરેટર અને મુસાફરોનાં પરસ્પર કરાર પર નક્કી કરવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.