Not Set/ દિલ્હીનાં તુગલકાબાદમાં લાગી ભીષણ આગ, 1,500 ઝૂપડપટ્ટી બળીને થઇ ખાખ

ગઈકાલે રાત્રે દિલ્હીનાં તુગલકાબાદ વિસ્તારમાં આગની ભારે ઘટના સામે આવી હતી. આ આગને કારણે લગભગ 1,500 ઝૂંપડપટ્ટીઓ બળીને રાખ થઈ ગઈ છે અને સેંકડો લોકો બેઘર થઈ ગયા છે. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ફાયર વિભાગનાં જણાવ્યા અનુસાર રાત્રે 12:50 વાગ્યે આગની જાણ થઈ હતી. ભયાનક અગ્નિ જોતા 28 ફાયર એન્જિનોને સ્થળ […]

India
bb2a0b542fa48fa7f277619b4d70edb9 દિલ્હીનાં તુગલકાબાદમાં લાગી ભીષણ આગ, 1,500 ઝૂપડપટ્ટી બળીને થઇ ખાખ
bb2a0b542fa48fa7f277619b4d70edb9 દિલ્હીનાં તુગલકાબાદમાં લાગી ભીષણ આગ, 1,500 ઝૂપડપટ્ટી બળીને થઇ ખાખ

ગઈકાલે રાત્રે દિલ્હીનાં તુગલકાબાદ વિસ્તારમાં આગની ભારે ઘટના સામે આવી હતી. આ આગને કારણે લગભગ 1,500 ઝૂંપડપટ્ટીઓ બળીને રાખ થઈ ગઈ છે અને સેંકડો લોકો બેઘર થઈ ગયા છે. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ફાયર વિભાગનાં જણાવ્યા અનુસાર રાત્રે 12:50 વાગ્યે આગની જાણ થઈ હતી. ભયાનક અગ્નિ જોતા 28 ફાયર એન્જિનોને સ્થળ પર મોકલી દેવાયા હતા, પરંતુ જોતા જ આગ 2 એકર વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી.

પોલીસ અને ફાયર વિભાગે સમયસર ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ લોકોને બહાર કાઠ્યા હતા. મોડી રાત હોવાથી મોટાભાગનાં લોકો સૂતા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સવારે લગભગ 3.40 વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં લગભગ 1,500 ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ થઇ ગઈ હતી અને સેંકડો લોકો બેઘર થઈ ગયા હતા. હમણાં સરકાર નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.

દક્ષિણ પૂર્વ દિલ્હીનાં ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીણા એ એએનઆઈને કહ્યું, “અમને રાત્રીનાં એક વાગ્યે આગ લાગવાનો રિપોર્ટ મળ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે 18-20 ફાયર વાહનોને લગાવવામાં આવી હતી. હાલમાં કોઈને પણ ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.” દક્ષિણ દિલ્હી ઝોનનાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.એસ.તુલીએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગવાના કારણોની હજી સુધી જાણકારી મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.