Not Set/ ચીને LAC પર તૈનાત કર્યા બે થી અઢી હજાર સૈનિક, જવાબમાં ભારતે પણ…

પૂર્વી લદ્દાખમાં એલએસી ની બાજુમાં ઘણા વિસ્તારોમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે અને તે 2017 ડોકલામ અવરોધ બાદથી સૌથી મોટી સૈન્યિક વૃદ્ધિનું સ્વરૂપ લઈ શકે છે. ઉચ્ચ લશ્કરી સુત્રો કહે છે કે, ભારતે પૈંગોંગ ત્સો અને ગલવાન ખીણમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આ બે વિવાદિત વિસ્તારોમાં, ચીની સેનાએ બે […]

India
f9fb2ca055684a642509734c2b835876 ચીને LAC પર તૈનાત કર્યા બે થી અઢી હજાર સૈનિક, જવાબમાં ભારતે પણ...
f9fb2ca055684a642509734c2b835876 ચીને LAC પર તૈનાત કર્યા બે થી અઢી હજાર સૈનિક, જવાબમાં ભારતે પણ...

પૂર્વી લદ્દાખમાં એલએસી ની બાજુમાં ઘણા વિસ્તારોમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે અને તે 2017 ડોકલામ અવરોધ બાદથી સૌથી મોટી સૈન્યિક વૃદ્ધિનું સ્વરૂપ લઈ શકે છે. ઉચ્ચ લશ્કરી સુત્રો કહે છે કે, ભારતે પૈંગોંગ ત્સો અને ગલવાન ખીણમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આ બે વિવાદિત વિસ્તારોમાં, ચીની સેનાએ બે થી અઢી હજાર સૈનિકો તૈનાત કર્યા છે અને ધીમે ધીમે કામચલાઉ બાંધકામને મજબુત બનાવી રહ્યા છે.

નામ જાહેર ન કરવાની શરતે એક ઉચ્ચ સૈન્ય અધિકારીએ કહ્યું કે, ભારતીય સેના આ ક્ષેત્રમાં ચીન કરતાં ઘણી સારી સ્થિતિમાં છે. ગલવાન ખીણમાં દરબુક શયોક દૌલાત બેગ ઓલ્ડિ રોડ પાસે ભારતીય ચોકી કેએમ-2020 ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ લક્ષ્યોની આસપાસ ચાઇનીઝ સૈનિકોની હાજરી ભારતીય સૈન્ય માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. સુત્રોએ જણાવ્યું હતું કે, બંને દેશોની સૈન્ય વચ્ચે વધી રહેલા તણાવને સરળ બનાવવા માટે પૈંગોંગ ત્સો, ડેમચોક અને દૌલાત બેગ ઓલ્ડિ ક્ષેત્રમાં રાજદ્વારી પ્રયાસો કરવાની જરૂર છે.

સેનાનાં ઉત્તરી કમાન્ડનાં ભૂતપૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડી.એસ. હૂડા (નિવૃત્ત) એ કહ્યું કે, “આ ગંભીર બાબત છે. આ સામાન્ય ઉલ્લંઘન નથી.” ભૂતપૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હૂડાએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાલવાન ક્ષેત્ર પર બંને પક્ષો વચ્ચે કોઈ વિવાદ નથી, તેથી ચીન દ્વારા અતિક્રમણ અહીં ચિંતાનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.