Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા ઇરછતા પર્યટકો માટે આવ્યા સારા સમાચાર, આ જગ્યાએ બનશે…

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજ હજારોની સંખ્યામાં યાત્રીઓ આવે છે. અહી આવનારા પર્યટકો માટે સારા સમાચાર જાણવા મળ્યા છે. મુસાફરોને આવા જવામાં સરળતા રહે તે  માટે પાંચ કિલોમીટર દૂર કેવડીયામાં રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે.આ રેલ્વે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જન સંપર્કના અધિકારી રવીન્દ્ર ભાકરે […]

Top Stories Gujarat India Trending
statueofunity7879 660 103118040509 1 સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા ઇરછતા પર્યટકો માટે આવ્યા સારા સમાચાર, આ જગ્યાએ બનશે...

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજ હજારોની સંખ્યામાં યાત્રીઓ આવે છે. અહી આવનારા પર્યટકો માટે સારા સમાચાર જાણવા મળ્યા છે.

મુસાફરોને આવા જવામાં સરળતા રહે તે  માટે પાંચ કિલોમીટર દૂર કેવડીયામાં રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે.આ રેલ્વે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જન સંપર્કના અધિકારી રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે ૧૫ ડીસેમ્બર ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રેલ્વે સ્ટેશનની આધારશીલા મુકશે.

આ દરમ્યાન રેલ્વે મંત્રી પીયુષ ગોહેલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર રહેશે. ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે આ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે.

રેલ્વે સ્ટેશન બનાવવાની કામગીરી આવતા વર્ષે એટલે કે ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી પૂરું થઇ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

રેલ્વે સ્ટેશનની બિલ્ડીંગ ત્રણ માળની હશે  જેમાં પહેલા અને બીજા માળ પર રેલ્વે  સાથે સંકળાયેલી ઓફીસ હશે જયારે ત્રીજા માળ પર એક આર્ટ ગેલેરી બનાવવામાં આવશે.