Not Set/ PM મોદીનો દેશનાં નામે પત્ર, લખ્યુ- સરકારે એક વર્ષમાં લીધેલા નિર્ણયો સપનાની ઉડાન

જીવલેણ રોગચાળાના કોરોના વાયરસનાં કારણે લાગુ લોકડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળને આજે, એટલે કે શનિવારે પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ દેશની જનતાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે છેલ્લા 1 વર્ષમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે અને એમ પણ કહ્યું છે કે સરકારે એક વર્ષમાં લીધેલા નિર્ણયો […]

India
117ccb659d3ca68be453d67392233b1e PM મોદીનો દેશનાં નામે પત્ર, લખ્યુ- સરકારે એક વર્ષમાં લીધેલા નિર્ણયો સપનાની ઉડાન
117ccb659d3ca68be453d67392233b1e PM મોદીનો દેશનાં નામે પત્ર, લખ્યુ- સરકારે એક વર્ષમાં લીધેલા નિર્ણયો સપનાની ઉડાન

જીવલેણ રોગચાળાના કોરોના વાયરસનાં કારણે લાગુ લોકડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળને આજે, એટલે કે શનિવારે પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ દેશની જનતાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે છેલ્લા 1 વર્ષમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે અને એમ પણ કહ્યું છે કે સરકારે એક વર્ષમાં લીધેલા નિર્ણયો સપનાની ઉડાન છે.

પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે, જો આજે સ્થિતિ સામાન્ય હોત તો મારે દેશવાસીઓ વચ્ચે આવવાનો અને તેમને જોવાનો લ્હાવો મળ્યો હોત, પરંતુ કોરોના વાયરસને કારણે ઉભા થયેલા સંજોગોમાં હું આ પત્ર દ્વારા આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે, આજથી એક વર્ષ પહેલા ભારતીય લોકશાહીમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરવામાં આવ્યું હતું. દાયકાઓ પછી, દેશમાં બીજી વખત સરકારને સંપૂર્ણ બહુમતી મળી હતી. તેમણે લખ્યું કે, આ અધ્યાય બનાવવામાં તમે મોટો ભાગ ભજવ્યો છે. આવી સ્થિતિમાં, આજનો દિવસ મારા માટે અવસર છે તમને દરેકને નમન કરવાનો, ભારત અને ભારતીય લોકશાહીનાં પ્રત્યે પોતાની નિષ્ઠાને પ્રણામ કરવાનો.

પીએમ મોદીએ લખ્યું, ‘તમારા સ્નેહ, શુભાષીશ અને પાછલા વર્ષમાં તમારા સક્રિય સપોર્ટથી મને નવી ઉર્જા, નવી પ્રેરણા મળી છે. આ સમયગાળા દરમિયાન, તમે બતાવેલ લોકશાહીની સામૂહિક શક્તિ, આજે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની છે. વર્ષ 2014 માં, દેશનાં લોકોએ, દેશમાં મોટા પરિવર્તન માટે મત આપ્યો હતો, દેશની નીતિ અને રીત બદલવા માટે મત આપ્યો હતો. તે પાંચ વર્ષોમાં, દેશે વ્યવસ્થાઓને જડતા અને ભ્રષ્ટાચારનાં કાદવમાંથી બહાર આવતા જોઇ છે. આ પાંચ વર્ષોમાં, અંત્યોદયની ભાવનાથી દેશમાં ગરીબોનું જીવન સરળ બનાવવા માટે શાસનમાં પરિવર્તન જોવા મળ્યું છે. તે સમયગાળામાં, જ્યારે વિશ્વનું ભારતનું ગૌરવ વધ્યું, વળી અમે ગરીબોનાં બેંક ખાતા ખોલીને, તેમને મફત ગેસ કનેક્શન આપીને, મફત વીજળી જોડાણો આપીને, શૌચાલયો બનાવીને, મકાનો બનાવીને ગરીબોનું ગૌરવ વધાર્યું.

પત્રમાં પીએમ મોદીએ લખ્યું છે કે, ‘છેલ્લા એક વર્ષમાં કેટલાક વિશેષ નિર્ણયો પર વધુ ચર્ચા કરવામાં આવી હતી અને આ કારણે આ સિદ્ધિઓ યાદમાં રહેવી સ્વાભાવિક છે‘. આર્ટિકલ 37૦, રામ મંદિર નિર્માણ, ત્રિપલ તલાક અને નાગરિકતા સુધારો અધિનિયમ, આ બધી ઉપલબ્ધિઓ બધાને યાદ છે. આ ઐતિહાસિક નિર્ણયોની વચ્ચે, એવા ઘણા નિર્ણયો અને ફેરફારો થયા છે જેણે ભારતની વિકાસયાત્રાને નવી ગતિ અને નવા લક્ષ્યો આપ્યા છે. લોકોની અપેક્ષાઓ પણ પૂર્ણ કરી છે. દેશનાં ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ખેડૂત, ખેતમજૂરો, નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્રનાં મજૂરો, 60 વર્ષની વય પછી, બધાને નિયમિત માસિક 3,000 રૂપિયા પેન્શનની ખાતરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.