Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 8,171 નવા કેસ, 204 લોકોનાં મોત

લોકડાઉનની ઢીલ વચ્ચે ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં ચેપગ્રસ્ત કોવિડ-19 ની કુલ સંખ્યા 1.99 લાખની નજીક પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે આજે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 1,98,706 પર પહોંચી ગઈ છે જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 5,598 લોકો માર્યા ગયા છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8,171 […]

India
313b88a7eff4caee1fd70a1052b9e77f #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 8,171 નવા કેસ, 204 લોકોનાં મોત
313b88a7eff4caee1fd70a1052b9e77f #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 8,171 નવા કેસ, 204 લોકોનાં મોત

લોકડાઉનની ઢીલ વચ્ચે ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં ચેપગ્રસ્ત કોવિડ-19 ની કુલ સંખ્યા 1.99 લાખની નજીક પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે આજે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 1,98,706 પર પહોંચી ગઈ છે જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 5,598 લોકો માર્યા ગયા છે.

વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8,171 નવા કેસ નોંધાયા છે અને 204 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, રાહતની વાત એ છે કે 95,527 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રિકવરી દર 48.07 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાએ વેગ પકડ્યો છે. સ્થિતિ એવી છે કે હવે દરરોજ 7-8 હજાર લોકો ચેપગ્રસ્ત થઇ રહ્યા છે. 2 જૂન સુધીમાં 1,98,706 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. જ્યારે 5,598 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં, કોરોનાનો આંકડો 70 હજારથી વધુ છે, જ્યારે તમિલનાડુમાં દર્દીઓની સંખ્યા 23 હજારથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.