Not Set/ ખેતરમાંથી તીડને ભગાડવા ખેડૂતે કર્યો ક્રિએટિવ જુગાડ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશમાં કોરોના અને તીડનો કહેર હજુ પણ ચાલુ છે. ત્યારે તીડનો સૌથી વધુ કહેર ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો છે. જ્યા તેણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. આ જ કારણ છે કે, અધિકારીઓ ખેડૂતોને તેમના પાકને જીવાતોથી બચાવવાનાં ઉપાય પર સલાહ આપી રહ્યા છે. ખેડૂતો તેમના પાકને બચાવવા ડ્રમ, વાસણો અને ડીજેનો ઉપયોગ કરી રહ્યા […]

Videos
24287d282af5096c0bb4a6ba8186e49d 1 ખેતરમાંથી તીડને ભગાડવા ખેડૂતે કર્યો ક્રિએટિવ જુગાડ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
24287d282af5096c0bb4a6ba8186e49d 1 ખેતરમાંથી તીડને ભગાડવા ખેડૂતે કર્યો ક્રિએટિવ જુગાડ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશમાં કોરોના અને તીડનો કહેર હજુ પણ ચાલુ છે. ત્યારે તીડનો સૌથી વધુ કહેર ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો છે. જ્યા તેણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. આ જ કારણ છે કે, અધિકારીઓ ખેડૂતોને તેમના પાકને જીવાતોથી બચાવવાનાં ઉપાય પર સલાહ આપી રહ્યા છે. ખેડૂતો તેમના પાકને બચાવવા ડ્રમ, વાસણો અને ડીજેનો ઉપયોગ કરી રહ્યા છે. દેશી ખેડૂતનો ક્રિએટિવ જુગાડનો એક વિડીયો હવે મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાનાં પોલીસ અધિક્ષક રાહુલ શ્રીવાસ્તવે ટિકટોકનો વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. જ્યાં એક ખેડૂતે ખૂબ જ જાદુગરી કરી બતાવી છે. વિડીયોને ટિકટોક પર અત્યાર સુધીમાં 26 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ખેડૂતે ખેતરની મધ્યમાં એક વિમાન જેવુ કઇક બનાવ્યું છે. તેણે બોટલ, પંખા અને એક ડબ્બાનો ઉપયોગ કર્યો છે. હવાની સાથે જેવો પંખો ચાલે છે તો ડ્રમ જોર જોરથી વાગવા લાગે છે. ટિકટોક અને ટ્વિટર પર આ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

ટિકિટલોકમાં આ વિડીયોને અત્યાર સુધીમાં 1.5 મિલિયન લાઇક્સ મળી ચુક્યા છે, સાથે સાથે 7 હજારથી વધુ કોમેન્ટ પણ મળી ચુક્યા છે. ટ્વિટર પર લોકોએ આ જુગાડની ખૂબ પ્રશંસા કરી છે. લોકોએ તેને સૌથી સચોટ જુગદ ગણાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.