Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોના દર્દીઓનો આંક પહોંચ્યો 2 લાખને પાર

લોકડાઉનનાં હળવાશ વચ્ચે દેશમાં કોરોનાવાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. આજે કોવિડ-19 ચેપગ્રસ્તની કુલ સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 2,07,615 પર પહોંચી છે જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 5,815 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8,909 નવા કેસ નોંધાયા છે […]

India
fab3fca82b53924e30b0438d987392d4 1 #CoronaUpdateIndia/ દેશમાં કોરોના દર્દીઓનો આંક પહોંચ્યો 2 લાખને પાર
fab3fca82b53924e30b0438d987392d4 1 #CoronaUpdateIndia/ દેશમાં કોરોના દર્દીઓનો આંક પહોંચ્યો 2 લાખને પાર

લોકડાઉનનાં હળવાશ વચ્ચે દેશમાં કોરોનાવાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. આજે કોવિડ-19 ચેપગ્રસ્તની કુલ સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 2,07,615 પર પહોંચી છે જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 5,815 લોકોનાં મોત નીપજ્યાં છે.

વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8,909 નવા કેસ નોંધાયા છે અને 217 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, તે રાહતની વાત છે કે 1,00,303 દર્દીઓ કોરોનાને હરાવી શક્યા છે. રિકવરી દર 48.31 ટકા પર પહોંચી ગયો છે.

કોરોના વાયરસનાં કેસમાં વધારાની વચ્ચે, કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું કે, ભારત રોગનાં શિખરેથી ખૂબ દૂર છે અને તેનાથી બચવાનાં તેના પગલાં “ખૂબ અસરકારક” રહ્યા છે. વળી, સરકારે કહ્યું કે, તે અન્ય દેશોની તુલનામાં ઘણી સારી સ્થિતિમાં છે. કોવિડ-19 પરિસ્થિતિ અંગે પત્રકારોને સંબોધન કરતાં આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે માત્ર કેસની કુલ સંખ્યા અને ભારત સાતમાં ક્રમ પર પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવું ખોટું છે. તેમણે કહ્યું કે દેશની વસ્તી તરફ પણ ધ્યાન આપવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.