Not Set/ નિસર્ગ વાવાઝોડાનાં કારણે ટ્રેનોનાં બદલાયા શિડ્યુલ, ઘણી ફ્લાઇટ્સ રદ્દ

ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે ચક્રવાત ‘નિસર્ગ‘ એક ભયંકર રૂપ ધારણ કરી ચુક્યું છે અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કાંઠેથી પસાર થશે, જેની અસર મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ દીવ, દાદરા અને નગર હવેલી પર થશે. આ વાવાઝોડાનાં કારણે […]

India
7b74cfa082a819d340e62a80466d2e4b નિસર્ગ વાવાઝોડાનાં કારણે ટ્રેનોનાં બદલાયા શિડ્યુલ, ઘણી ફ્લાઇટ્સ રદ્દ
7b74cfa082a819d340e62a80466d2e4b નિસર્ગ વાવાઝોડાનાં કારણે ટ્રેનોનાં બદલાયા શિડ્યુલ, ઘણી ફ્લાઇટ્સ રદ્દ

ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે ચક્રવાત નિસર્ગએક ભયંકર રૂપ ધારણ કરી ચુક્યું છે અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કાંઠેથી પસાર થશે, જેની અસર મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ દીવ, દાદરા અને નગર હવેલી પર થશે.

આ વાવાઝોડાનાં કારણે આગામી 24 કલાક આ દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. હવામાન ખાતાનાં જણાવ્યા અનુસાર, નિસર્ગ અંદાજે 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં અથડાશે, જે ઘણું ભયંકર પણ હોઈ શકે છે, હાલમાં નિસર્ગઅલિબાગથી 155 કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં અને મુંબઈથી 200 કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં હોવાનુ સામે આવી રહ્યુ છે.

વહીવટ તોફાનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જ્યારે મુંબઇ ટર્મિનલથી રવાના થતી 5 ટ્રેનોને ફરી શિડ્યુલ કરવામાં આવી છે, જ્યારે એક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે ઈન્ડિગો એરલાઇન્સે ત્રણ ફ્લાઇટને છોડી આજે મુંબઈથી પોતાની જતી-આવતી 17 ફ્લાઇટ્ રદ્દ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.