Not Set/ ભારત-ચીન બોર્ડર વિવાદ પર આજે થઇ શકે છે વાટાઘાટો, બેકફૂટ પર જઇ શકે છે ચીન

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ, ગત મહિને કોરોના રોગચાળા વચ્ચે શરૂ થયો હતો, તે હજુ પણ સંપૂર્ણ રીતે હલ થયો નથી. 6 જૂને લગભઘ 5 કલાકથી વધુ વાટાઘાટો થઈ હતી, તો બીજી તરફ, જો સુત્રોની વાત માની લેવામાં આવે, તો આજે બંને દેશોનાં ડિવિઝન-કમાન્ડર્સ ફરી વાટાઘાટો કરી શકે છે. આ પહેલા થયેલી બેઠકમાં બન્ને […]

India
8e71bc3e5b884bc108d8c8b02bc5dd67 ભારત-ચીન બોર્ડર વિવાદ પર આજે થઇ શકે છે વાટાઘાટો, બેકફૂટ પર જઇ શકે છે ચીન
8e71bc3e5b884bc108d8c8b02bc5dd67 ભારત-ચીન બોર્ડર વિવાદ પર આજે થઇ શકે છે વાટાઘાટો, બેકફૂટ પર જઇ શકે છે ચીન

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ, ગત મહિને કોરોના રોગચાળા વચ્ચે શરૂ થયો હતો, તે હજુ પણ સંપૂર્ણ રીતે હલ થયો નથી. 6 જૂને લગભઘ 5 કલાકથી વધુ વાટાઘાટો થઈ હતી, તો બીજી તરફ, જો સુત્રોની વાત માની લેવામાં આવે, તો આજે બંને દેશોનાં ડિવિઝન-કમાન્ડર્સ ફરી વાટાઘાટો કરી શકે છે.

આ પહેલા થયેલી બેઠકમાં બન્ને દેશોનાં કમાન્ડર્સમાં એ વાત પર સંમત્તિ બની હતી કે ભારત અને ચીન વચ્ચે સીમાનાં તમામ 4 ફેસ ઓફ પર સૈન્ય કમાન્ડરોની વચ્ચે બેઠક કરવામાં આવે. અગાઉની વાટાઘાટો અનુસાર, જે સ્થાન પર વિસ્થાપન થયું છે, તે પાઉંટ 14, 15 અને 17 ગોગરાની નજીક છે. બન્ને દેશોનાં સૈનિકો અહીંથી પીછેહઠ કરી ચુક્યા છે. જણાવી દઈએ કે, ગલવાન ખીણમાં, ચીને પહેલાથી જ તેના તંબુ ઘટાડ્યા હતા અને તમામ તંબુ ચીનની સીમમાં હતા.

આપને જણાવી દઈએ કે ગલવાન ખીણ એ વિસ્તાર છે જે પેટા ક્ષેત્રનાં ઉત્તરનો ભાગ માનવામાં આવે છે. આ ક્ષેત્ર એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ભારતીય સૈન્ય આ વિસ્તારોને ફિંગર એરિયા સુધી પહોંચવા માટે એક વિકલ્પ તરીકે ઉપયોગ કરે છે. અત્યાર સુધી, ફિંગર એરિયા સુધી પહોંચવા માટે પૈંગોગ-ત્સો નજીકથી ફોંબરાંગ થઈને એક રસ્તો હતો. પરંતુ ગોગરાનાં ઉપયોગથી, ચીની સેનાએ અહીં તેની જમાવટને વધુ મજબૂત બનાવી હતી. બન્ને દેશો વચ્ચે વિવાદનો મુખ્ય મુદ્દો ફિંગર એરિયા છે. જ્યા બન્ને દેશોની સેના મોટી સંખ્યામાં તૈનાત છે. જોકે, 6 જૂને લાંબી વાટાઘાટો બાદ ભારત અને ચીની સેનાઓ પીછેહઠ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.