Not Set/ ઉત્તરપ્રદેશમાં કોંગેસે 50 બેઠકો માટે ઉમેદવાર ફાઇનલ કર્યા,ટૂંક સમયમાં જાહેરાત

સોનિયા ગાંધીની આગેવાની હેઠળની પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ શનિવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી અને ઘણી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે

Top Stories India
sonia ghandhi 1 ઉત્તરપ્રદેશમાં કોંગેસે 50 બેઠકો માટે ઉમેદવાર ફાઇનલ કર્યા,ટૂંક સમયમાં જાહેરાત

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળની પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ શનિવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી અને ઘણી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી બેઠકો પર નામો નક્કી કરવામાં આવ્યા છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા અને પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો,સૂત્રોના જણાવ્યા અનુસાર  50 ઉમેદવારોના નામ પર મહોર લાગી છે. પાર્ટી ટૂંક સમયમાં આ ઉમેદવારોના નામની જાહેરાત કરશે. આ માત્ર અન્ય પક્ષો પહેલાં જ નહીં, રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલાં પણ કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. કોંગ્રેસે તાજેતરમાં જાહેરાત કરી છે કે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી 40 ટકા બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રાજકીય રીતે સૌથી મહત્વના રાજ્યમાં કોંગ્રેસ લાંબા સમયથી સત્તાની બહાર છે. જોકે, પાર્ટીએ તાજેતરના સમયમાં સક્રિયતા વધારી છે.