Not Set/ કોરોના સંકટ/ CM ઉદ્ધવ ઠાકરેની લોકોને ચેતવણી, નિયોમોનું પાલન કરો, નહીં તો…

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની ચુક્યો છે. અહીં દિવસે ને દિવસે કોરોના પોઝિટીવની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં કોરોના પોઝિટીવની સંખ્યા 95 હજારની નજીક પહોંચી ચુકી છે, જ્યારે લગભગ 3500 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3254 નવા કેસ નોંધાયા છે અને 149 લોકોનાં મોત નીપજ્યાં છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી રાજ્યમાં વધતા […]

Uncategorized
d8c72df404d363a4efde458811ddbd74 કોરોના સંકટ/ CM ઉદ્ધવ ઠાકરેની લોકોને ચેતવણી, નિયોમોનું પાલન કરો, નહીં તો...
d8c72df404d363a4efde458811ddbd74 કોરોના સંકટ/ CM ઉદ્ધવ ઠાકરેની લોકોને ચેતવણી, નિયોમોનું પાલન કરો, નહીં તો...

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની ચુક્યો છે. અહીં દિવસે ને દિવસે કોરોના પોઝિટીવની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અહીં કોરોના પોઝિટીવની સંખ્યા 95 હજારની નજીક પહોંચી ચુકી છે, જ્યારે લગભગ 3500 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3254 નવા કેસ નોંધાયા છે અને 149 લોકોનાં મોત નીપજ્યાં છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી રાજ્યમાં વધતા જતા કેસો વચ્ચે લોકડાઉન લાગુ કરવાની વાત કરી છે.

ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે જો લોકો પ્રતિબંધોને માન આપવામાં નિષ્ફળ જાય તો રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન લાગુ કરવું પડી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે કેન્દ્રથી સ્થાનિક ટ્રેનોને ફરી શરૂ કરવા માંગ કરી છે. બંધને કારણે, ઘણા લોકો તેમની ફરજો ફરીથી શરૂ કરવામાં અસમર્થ છે.

મહારાષ્ટ્રમાં લગભગ 95 હજાર દર્દીઓ

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94041 થઈ ગઈ છે. જ્યારે 3438 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 46074 સક્રિય કેસ છે. તો ત્યાં જ 44517 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.

મુંબઈની વાત કરીએ તો અહીં 52667 કેસ છે અને 1857 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1567 નવા કેસ આવ્યા છે અને 97 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં, છેલ્લા 24 કલાકમાં 1879 દર્દીઓની સારવાર બાદ રજા આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર ‘મિશન સ્ટાર્ટ અગેન’ માટે સાવચેતીભર્યા પગલા લઈ રહી છે. અમે તબક્કાવાર રીતે લોકડાઉન લાગુ કર્યું છે અને તેને દૂર કરવા માગીએ છીએ. ભય હજુ ટાળ્યો નથી.

લોકડાઉન ફરીથી લાગુ કરવાની જરૂર પડશે. મહારાષ્ટ્રના લોકો સરકારને સહયોગ આપી રહ્યા છે અને સૂચનાઓનું પાલન કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે સરકાર તેમના હિતમાં કામ કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….