Not Set/ પાકિસ્તાને રાજૌરીમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, ભારતીય જવાન શહીદ, એક નાગરિક ઘાયલ

સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતો અટકવાનું નામ જ નથી લઇ રહી. પાડોશી દેશ યુદ્ધવિરામનો સતત ભંગ કરી રહ્યો છે. બુધવારે રાત્રે રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાનની ગોળીબારમાં સેનાના એક જવાનનું મોત નીપજ્યું છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે રાત્રે રાજૌરી-પૂંછ જિલ્લા હેઠળ તરકુંડી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં એક સૈનિક શહીદ […]

Uncategorized
6f720954b9e081425d8f819a2495300b પાકિસ્તાને રાજૌરીમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, ભારતીય જવાન શહીદ, એક નાગરિક ઘાયલ
6f720954b9e081425d8f819a2495300b પાકિસ્તાને રાજૌરીમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, ભારતીય જવાન શહીદ, એક નાગરિક ઘાયલ

સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતો અટકવાનું નામ જ નથી લઇ રહી. પાડોશી દેશ યુદ્ધવિરામનો સતત ભંગ કરી રહ્યો છે. બુધવારે રાત્રે રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાનની ગોળીબારમાં સેનાના એક જવાનનું મોત નીપજ્યું છે.

સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે રાત્રે રાજૌરી-પૂંછ જિલ્લા હેઠળ તરકુંડી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં એક સૈનિક શહીદ થયો હતો. ભારતે આ અંગે યોગ્ય જવાબ આપ્યો છે.

રાજૌરી જિલ્લાના વરિષ્ઠ એસપી ચંદન કોહલીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ગોળીબારમાં નયામતુલ્લાહ (35) નામનો એક નાગરિક પણ ઘાયલ થયો છે. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….