Not Set/ સુશાંતસિંહની આત્મહત્યા પર પપ્પુ યાદવે કર્યુ ટ્વીટ, કહ્યુ- તેમના મોતની CBI તપાસ થવી જોઇએ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈનાં બાંદ્રા સ્થિત તેમના ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેના મિત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુશાંત સિંહ ઘણા મહિનાઓથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો, જોકે તેનુ આટલું મોટું પગલું ભરવાનું કારણ હજી જાહેર થયું નથી. મુંબઈ પોલીસનું કહેવું છે કે અભિનેતાનાં ઘરેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી, […]

India
f5fe52cc25d06ab4f301b3501353463a સુશાંતસિંહની આત્મહત્યા પર પપ્પુ યાદવે કર્યુ ટ્વીટ, કહ્યુ- તેમના મોતની CBI તપાસ થવી જોઇએ
f5fe52cc25d06ab4f301b3501353463a સુશાંતસિંહની આત્મહત્યા પર પપ્પુ યાદવે કર્યુ ટ્વીટ, કહ્યુ- તેમના મોતની CBI તપાસ થવી જોઇએ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈનાં બાંદ્રા સ્થિત તેમના ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેના મિત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુશાંત સિંહ ઘણા મહિનાઓથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો, જોકે તેનુ આટલું મોટું પગલું ભરવાનું કારણ હજી જાહેર થયું નથી. મુંબઈ પોલીસનું કહેવું છે કે અભિનેતાનાં ઘરેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી, તેનો મૃતદેહ પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યો છે.

બિહારની રાજધાની પટણામાં રહેતા સુશાંતનાં પિતા કે.કે.સિંહને જ્યારે તેની આત્મહત્યાનાં સમાચાર મળ્યા ત્યારે તે પોતાને સંભાળી શક્યા ન હોતા અને બેભાન થઇ ગયા હતા, હાલ તેમની હાલત સ્થિર છે. પટનામાં સુશાંતનાં પિતાની મુલાકાત લેવા આવેલા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે ટ્વીટ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે. પપ્પુ યાદવે સુશાંત સિંહનાં મોતને હત્યા ગણાવી છે અને તેમાં કોઈ મોટી કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, બિહારનાં ગૌરવ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કરી શકે નહીં! તેમના મૃત્યુની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

પપ્પુ યાદવે આગળ ટ્વીટમાં લખ્યું છે કે, ‘હું સુશાંતનાં પિતાને પટણા સ્થિત તેમના નિવાસસ્થાન પર મળ્યો, તે સીબીઆઈ તપાસ ઇચ્છે છે, તેમનું કહેવું છે કે તેમણે મૃત્યુનાં લગભગ બે કલાક પહેલા વાત કરી હતી. આત્મહત્યા જેવી કોઈ વાત જ નહોતી! જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અંતિમ સંસ્કાર સોમવારે જ મુંબઈમાં કરવામાં આવશે. પટનામાં તેમના પિતા કે.કે.સિંહ સોમવારે સવારે 11 વાગ્યે મુંબઇ જવા રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.