Not Set/ શખ્સ ભાડુ ન આપી શક્યો તો મકાનમાલિકે ગુસ્સામાં આવી કરી હવામાં ફાયરિંગ, વિડીયો વાયરલ

કર્ણાટકનાં બેલગામ જિલ્લામાં, ભાડુ ચૂકવવામાં નિષ્ફળ ગયા બાદ મકાનમાલિક ભડકી ગયા અને તેમણે હવામાં ફાયરિંગ શરૂ કરી દીધુ. આ ઘટના બેલગામ જિલ્લાનાં ચિક્કોડી વિસ્તારની છે. ફાયરિંગ કરનાર મકાન માલિકને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. આ વ્યક્તિનો ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સફેદ કપડાં પહેરેલી વ્યક્તિ ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. […]

India
a1b4390bf37a6af158e22327d77cd6f7 શખ્સ ભાડુ ન આપી શક્યો તો મકાનમાલિકે ગુસ્સામાં આવી કરી હવામાં ફાયરિંગ, વિડીયો વાયરલ
a1b4390bf37a6af158e22327d77cd6f7 શખ્સ ભાડુ ન આપી શક્યો તો મકાનમાલિકે ગુસ્સામાં આવી કરી હવામાં ફાયરિંગ, વિડીયો વાયરલ

કર્ણાટકનાં બેલગામ જિલ્લામાં, ભાડુ ચૂકવવામાં નિષ્ફળ ગયા બાદ મકાનમાલિક ભડકી ગયા અને તેમણે હવામાં ફાયરિંગ શરૂ કરી દીધુ. આ ઘટના બેલગામ જિલ્લાનાં ચિક્કોડી વિસ્તારની છે. ફાયરિંગ કરનાર મકાન માલિકને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. આ વ્યક્તિનો ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સફેદ કપડાં પહેરેલી વ્યક્તિ ફાયરિંગ કરતી જોવા મળી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસ રોગચાળાનાં કારણે ચાલુ લોકડાઉનની લોકોની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી છે અને તેના કારણે તેમની આવકમાં ઘટાડો થયો છે. આવા કારણોને લીધે ઘણા ભાડુઆત સમયસર ભાડુ ચૂકવી શક્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત કરતી વખતે તેમના સંબોધનમાં આવા લોકોને થોડો સમય આપવા વિનંતી કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોના કેસોની સંખ્યા ત્રણ લાખ 32 હજારને પાર પહોંચી ગઈ છે. કર્ણાટક રાજ્યની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં લગભગ 7 હજાર કોરોનાનાં કેસ સામે આવ્યા છે, રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 2,959 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.