Not Set/ Viral Video/ પાકિસ્તાની ન્યૂઝ એન્કર્સનો જ્યુસની માર્કેટિંગ કરતો વિડીયો વાયરલ

પાકિસ્તાનમાં એક ન્યૂઝ બુલેટિન દરમિયાન કંઈક એવું બન્યું કે જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બ્રેક પર આવ્યા પછી, પાકિસ્તાન ટીવી ન્યૂઝ એન્કર્સે તેમના હાથમાં જ્યુસનાં પેક સાથે બ્રાન્ડિંગ શરૂ કરી દીધી, જેને જોઈને લોકો ચોંકી ગયા. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. કેટલાક લોકોએ આ રીતે પ્રચારનો સખત વિરોધ કર્યો હતો, ત્યારબાદ ભારતીય […]

Videos
81f5e6e6de08e28dd39155e283bb693c 1 Viral Video/ પાકિસ્તાની ન્યૂઝ એન્કર્સનો જ્યુસની માર્કેટિંગ કરતો વિડીયો વાયરલ
81f5e6e6de08e28dd39155e283bb693c 1 Viral Video/ પાકિસ્તાની ન્યૂઝ એન્કર્સનો જ્યુસની માર્કેટિંગ કરતો વિડીયો વાયરલ

પાકિસ્તાનમાં એક ન્યૂઝ બુલેટિન દરમિયાન કંઈક એવું બન્યું કે જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બ્રેક પર આવ્યા પછી, પાકિસ્તાન ટીવી ન્યૂઝ એન્કર્સે તેમના હાથમાં જ્યુસનાં પેક સાથે બ્રાન્ડિંગ શરૂ કરી દીધી, જેને જોઈને લોકો ચોંકી ગયા. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. કેટલાક લોકોએ આ રીતે પ્રચારનો સખત વિરોધ કર્યો હતો, ત્યારબાદ ભારતીય યૂઝર્સે તેમને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ વિડીયો પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે ટ્વિટર પર શેર કર્યો છે.

પાકિસ્તાન ન્યૂઝ ચેનલ અબતકનાં બે ન્યૂઝ એન્કર્સ લાઇવ ટીવી પર સામે આવ્યા અને સમાચાર વાંચવાને બદલે તેઓ જ્યુસનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. ઉત્સાહથી બ્રાન્ડને પ્રોત્સાહન આપતા કહ્યું કે, લોકો જ્યુસની ખરીદી કરીને મફત મોબાઇલ ડેટા જીતી શકે છે. વિડીયોમાં જોઇ શકાય છે કે મેલ અને ફીમેલ એન્કર એક સાથે જ્યુસ પી રહ્યા છે અને તેમની વિશેષતા જણાવી રહ્યાં છે, ત્યાર પછી તેમની ઓફર્સ જણાવે છે અને વધુને વધુ ખરીદવાની અપીલ કરે છે. નાયલા ઇનાયતે કટાક્ષ કરતા લખ્યું, “2 ઇન 1. અબતક ન્યૂઝનાં એંકર્સ બુલેટિન દરમિયાન જ્યુસ વેચી રયા છે.”

અત્યાર સુધી આ વિડીયોને ટ્વિટર પર 80 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કેટલાકે તેને ઓછા-બજેટ નેટવર્ક્સ પર માર્કેટિંગ કરવાની સારી રીત તરીકે જોયું. વળી કેટલાક લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનુ શરૂ કર્યુ. જેમાં મોટાભાગનાં ભારતીય હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.