Not Set/ જવાબ મીલેગા, કરારા..જવાબ મીલેગા – જવાનોનાં બલિદાન વ્યર્થ નહી જાય : PM મોદી

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તંગ પરિસ્થિતિમાં LAC પર આવેલ ગલવાન ઘાટીમાં શહિદ થયેલા ભારતીય જવાનોના મુદ્દા પર PM મોદી દ્વારા કહેવામાં આવ્યું કે શહિદ જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. ભારત શાંતિ ઈચ્છે છે. ભારત કોઈ પણ દેશને મજબૂર કરતો નથી. અમે કોઈને હેરાન કરતા નથી, પરંતુ અમને જવાબી કાર્યવાહી કરતા આવડે છે.  ક્લિક કરો આ લીંક […]

Uncategorized
69dc3ab9c013052742495b7e8a1c9935 જવાબ મીલેગા, કરારા..જવાબ મીલેગા - જવાનોનાં બલિદાન વ્યર્થ નહી જાય : PM મોદી
69dc3ab9c013052742495b7e8a1c9935 જવાબ મીલેગા, કરારા..જવાબ મીલેગા - જવાનોનાં બલિદાન વ્યર્થ નહી જાય : PM મોદી

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તંગ પરિસ્થિતિમાં LAC પર આવેલ ગલવાન ઘાટીમાં શહિદ થયેલા ભારતીય જવાનોના મુદ્દા પર PM મોદી દ્વારા કહેવામાં આવ્યું કે શહિદ જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. ભારત શાંતિ ઈચ્છે છે. ભારત કોઈ પણ દેશને મજબૂર કરતો નથી. અમે કોઈને હેરાન કરતા નથી, પરંતુ અમને જવાબી કાર્યવાહી કરતા આવડે છે. 

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

વીરતા આપણા દેશના ચરિત્રનો એક ભાગ છે. અમારા જવાનો શહિદ થયા છે, આ બલિદાન વ્યર્થ નહીં જાય. કોઈ પણ દેશ ભ્રમમાં ન રહે, અમે જડબાતોડ જવાબ આપીશું. અમને અમારા જવાનો પર ગર્વ છે. 

PM મોદીએ કહ્યું કે ભારતે હંમેશા પાડોશી દેશ સાથે સુમેળથી કામ કર્યું છે. અને એ વાતનો હંમેશા પ્રયત્ન કર્યો છે કે મતભેદ વિવાદનો હિસ્સો ન બને, પરંતુ હવે અમે સંપ્રભુતા, અખંડતા સાથે સમાધાન નહીં કરીએ.

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

ઉલ્લેખનીય છે કે, આજે PM મોદી દ્વારા કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા દેશનાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન ભારત- ચીન વિવાદ મામલે વડાપ્રધાને નિવેદન આપ્યું હતું. આ સમયે વડાપ્રધાન સહિત તમામ મુખ્યમંત્રીઓએ શહીદ જવાનોને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજ્લી આપી હતી.

અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ગલવાન ઘાટીમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજ્લિ અર્પિત કરી હતી. રાજનાથ સિંહે ટ્વીટ કરી કહ્યું કે ભારતીય જવાનોએ કર્તવ્યનું પાલન કરવાની સાથેજ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું છે અને પોતાનો જીવ ન્યૌછાવર કર્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે- દેશ પોતાના સૈનિકોની બહાદુરી અને બલિદાનને ક્યારે પણ ભુલશે નહીં. શહીદ સૈનિકોના પરિવર પ્રતિ હું સંવેદના વ્યક્ત કરું છે. અમને ભારતીય વીરોની બહાદુરી અને સાહસ પર ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews