Not Set/ PM મોદીનાં નિવેદન બાદ એકવાર ફરી રાહુલ ગાંધીએ કર્યો સવાલ, જો જમીન ચીનની છે તો…

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની અથડામણને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મોદી સરકારને સવાલ કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘વડા પ્રધાને ભારતીય ક્ષેત્રને ચીનની સામે આત્મસમર્પણ કરી દીધુ છે. જો જમીન ચીનની છે […]

India
bdd3c68caaf51b1e3879f9717ad6c73e PM મોદીનાં નિવેદન બાદ એકવાર ફરી રાહુલ ગાંધીએ કર્યો સવાલ, જો જમીન ચીનની છે તો...
bdd3c68caaf51b1e3879f9717ad6c73e PM મોદીનાં નિવેદન બાદ એકવાર ફરી રાહુલ ગાંધીએ કર્યો સવાલ, જો જમીન ચીનની છે તો...

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની અથડામણને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મોદી સરકારને સવાલ કરતા ટ્વીટ કર્યું હતું કે, વડા પ્રધાને ભારતીય ક્ષેત્રને ચીનની સામે આત્મસમર્પણ કરી દીધુ છે. જો જમીન ચીનની છે તો પછી આપણા સૈનિકો કેમ માર્યા ગયા. તેમને ક્યાં મારવામાં આવ્યા?

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદન પછી આ ટ્વિટ આપ્યું છે, જેમાં વડા પ્રધાને કહ્યું હતું કે, ન તો ત્યાં કોઇએ આપણી સરહદમાં પ્રવેશ કર્યો છે, કે ન તો આપણી પોસ્ટ કોઈ બીજાનાં કબજામાં છે. આજે આપણી પાસે તે ક્ષમતા છે કે કોઈ પણ આપણી એક ઇંચ જમીનની તરફ આંખ ઉઠાવીને પણ નહી દેખી શકે. અગાઉ રાહુલ ગાંધીએ કોણ જવાબદાર છેકેપ્શનમાં લખતા પોતાના એક વીડિયોમાં પુછ્યુ હતુ, ‘ભાઈઓ અને બહેનો, ચીને ભારતનાં નિઃશસ્ત્ર સૈનિકોની હત્યા કરીને મોટો ગુનો કર્યો છે. હું પૂછવા માંગુ છું કે આ વીરોને કોણે શસ્ત્રો વિના ખતરા તરફ કોણે મોકલ્યા અને કેમ મોકલ્યા. કોણ જવાબદાર છે. આભાર.