Not Set/ અમદાવાદ/ રથયાત્રા યોજવા અંગે હિન્દૂ યુવા વાહિનીની અરજી હાઈકોર્ટે ફગાવી

જગન્નાથ પુરીમાં રથયાત્રા અંગે સુપ્રિમે શરતી મંજૂરી આપી છે. સાથે જ લોકોની ભીડ ભેગી ન કરવા માટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર પુરીમાં જ યાત્રાની મંજૂરી હશે, ઓરિસ્સામાં ક્યાંય બીજે યાત્રા નહીં નીકળી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે […]

Ahmedabad Gujarat

જગન્નાથ પુરીમાં રથયાત્રા અંગે સુપ્રિમે શરતી મંજૂરી આપી છે. સાથે જ લોકોની ભીડ ભેગી ન કરવા માટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર પુરીમાં જ યાત્રાની મંજૂરી હશે, ઓરિસ્સામાં ક્યાંય બીજે યાત્રા નહીં નીકળી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. આ સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.

જ્યારે અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે હિન્દૂ યુવા વાહિનીની અરજી હાઈકોર્ટે ફગાવી છે. જે બાદ રિવ્યુ પિટિશન પણ કરવામાં આવી. હિન્દૂ યુવા વાહિનીની અરજીમાં રથયાત્રા સીમિત રૂટ પર નીકળે અને મર્યાદિત લોકો સાથે યોજવાની માગ કરવામાં આવી હતી. જોકે, હિંદુ યુવા વાહિનીની આ અરજીને હાઈકોર્ટે માન્ય રાખી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.