Not Set/ #Video/ ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચેની ઝડપનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો વિવાદ હજી પૂરો થયો નથી કે ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો સાથેની ઝડપનાં બીજા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અથડામણ સિક્કિમની કોઇ ઉંચાઇવાળા સ્થાન પર થઈ રહી છે. આ વીડિયોમાં ભારતીય અને ચીની સૈનિકો એકબીજા સાથે અથડાતા જોવા મળે છે અને એક […]

India
1db26e917583dea9f6cd02e4b3151dc5 1 #Video/ ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચેની ઝડપનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો વિવાદ હજી પૂરો થયો નથી કે ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો સાથેની ઝડપનાં બીજા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અથડામણ સિક્કિમની કોઇ ઉંચાઇવાળા સ્થાન પર થઈ રહી છે. આ વીડિયોમાં ભારતીય અને ચીની સૈનિકો એકબીજા સાથે અથડાતા જોવા મળે છે અને એક ભારતીય યુવક ચીની અધિકારીનો ચહેરા પર મુક્કો મારતો નજરે પડે છે.

વીડિયોમાં ભારતીય અને ચીની સૈનિકો એકબીજાને દલીલ કરતા અને ધક્કામુક્કી કરતા નજરે પડે છે. ગો બેકઅને ડોન્ટ ફાઇટનાં અવાજો પણ બંને તરફથી આવી રહ્યા છે. સંપૂર્ણ રીતે બરફથી ઠંકાયેલા વિસ્તારમાં બે સૈન્યનાં સૈનિકો વચ્ચે થયેલી ઝડપ આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. થોડી વાર પછી લડાઈ થોડી શાંત થઈ ગયા પછી એક ભારતીય અધિકારી પૂછે છે કે, લડાઇ દરમિયાન જે ચીની સૈનિકને મારવામાં આવ્યો તો ઠીક છે કે નહીઆ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી, પરંતુ તે તે દિવસે પ્રકાશમાં આવ્યો છે જ્યારે ભારત અને ચીની પક્ષો ગલવાનમાં થયેલી હિંસક અથડામણ અને ચીન સંબંધિત અન્ય સરહદો પર ચાલી રહેલા તણાવ અંગે ચર્ચા કરવા બેઠા હતા. આજે લદ્દાખનાં પૂર્વી છેડે, ભારતીય પ્રદેશ ચૂશલુ અને ચીનની સરહદ પરનાં મોલ્ડો પર લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત થઈ હતી. આ તબક્કે, 6 જૂને વાતચીત થઈ હતી, જ્યારે ભારતીય અને ચીની સૈનિકો તણાવ ઘટાડવા અને સૈનિકો પરત ખેંચવા સંમત થયા હતા.

આજની વાટાઘાટોમાં, સેનાપતિઓએ વિઘટન પ્રક્રિયા પર ફરીથી ચર્ચા શરૂ કરી હતી, જે ભારતીય અને ચીની સેના વચ્ચે 1967 પછીનાં સૌથી ખરાબ સરહદ મુકાબલા દ્વારા ગયા અઠવાડિયે અટકી હતી. 15 જૂનનાં રોજ, જ્યારે ભારતીય સેનાએ 6 જૂને ચીની સૈનિકોને તે જગ્યાએથી તંબુ હટાવવા કહ્યું હતું, ત્યારે તેઓએ ના પાડી હતી અને આ દરમિયાન હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. વળી 76 ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.