Not Set/ કર્ણાટક સરકારનું સંકટ ઘેરાયું,11 ધારાસભ્યોએ ધર્યા રાજીનામા

બેંગ્લુર, કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર ફરી એકવાર ગંભીર સંકટમાં આવી ગઇ છે.કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યો તેમનું રાજીનામુ આપવા સ્પીકર પાસે પહોંચ્યા હતા.રાજીનામુ આપવા પહોંચેલા  ધારાસભ્યોમાં આઠ કોંગ્રેસ અને ત્રણ જેડીએસના છે,જે ધારાસભ્યો રાજીનામુ આપવા પહોંચ્યા છે તેમાં રામલિંગ રેડ્ડી, સૌમ્યા રેડ્ડી, બીસી પાટિલનું નામ સામે આવી રહ્યું છે. આ ધારાસભ્યોએ એવા સમય પર રાજીનામું આપ્યું […]

Top Stories India
wo 7 કર્ણાટક સરકારનું સંકટ ઘેરાયું,11 ધારાસભ્યોએ ધર્યા રાજીનામા

બેંગ્લુર,

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર ફરી એકવાર ગંભીર સંકટમાં આવી ગઇ છે.કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યો તેમનું રાજીનામુ આપવા સ્પીકર પાસે પહોંચ્યા હતા.રાજીનામુ આપવા પહોંચેલા  ધારાસભ્યોમાં આઠ કોંગ્રેસ અને ત્રણ જેડીએસના છે,જે ધારાસભ્યો રાજીનામુ આપવા પહોંચ્યા છે તેમાં રામલિંગ રેડ્ડી, સૌમ્યા રેડ્ડી, બીસી પાટિલનું નામ સામે આવી રહ્યું છે.

આ ધારાસભ્યોએ એવા સમય પર રાજીનામું આપ્યું છે જ્યારે મુખ્યમંત્રી એચડી.કુમારસ્વામી અમેરિકા ગયા છે.કોંગ્રેસના જે 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમણે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરીને વિધાનસભા ગૃહમાં ફ્લોર ટેસ્ટની માંગણી કરી હતી.રાજ્યપાલને રાજીનામુ આપવા કુલ 13 ધારાસભ્યો પહોંચ્યા હતા જેમાંથી 11 જણાએ કર્ણાટકના વિધાનસભા સચિવને રાજીનામુ આપ્યું હતું.. એવી ચર્ચા છે કે હજુ બીજા ધારાસભ્યો પણ રાજીનામાં આપી શકે છે.

સંકટને જોતા કોંગ્રેસના ડેમેજ કન્ટ્રોલ માટે જાણીતા ડીકે.શિવકુમાર પોતાના વિધાનસભા ક્ષેત્ર કનકપુરાથી પાછા બેંગલુરૂ આવી ગયા હતા.કોંગ્રેસના વિધાનસભાના નેતા સિદ્ધરમૈયા પણ તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા.

224 સભયોવાળી કર્ણાટક વિધાનસભામાં બહુમતી માટે 113 ધારાસભ્યોનું સમર્થન હોવું જરૂરી છે. અત્યારે કોંગ્રેસ-જેડીએસના કુલ 116 અને ભાજપના 104 સભ્ય છે. ગઠબંધન સરકારને બીએસપીના એક ધારાસભ્યનું સમર્થન પણ પ્રાપ્ત છે. નિર્દલીય ધારાસભ્ય આર.શંકર અને એચ.નાગેશનું સમર્થન પાછું મેળવ્યા બાદ હજુ ગઠબંધનની પાસે બહુમતીથી 4 વધુ એટલે કે 117 ધારાસભ્યોનું સમર્થન છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.