Not Set/ ગુરુગ્રામમાં તંત્રની બેદરકારી, મારુતિ સુઝકી કંપનીમાં કાર્યરત 17 કોરોના સંક્રમિત કામદારો થયા ગુમ

હરિયાણાનાં ગુરુગ્રામ તંત્રની બેદરકારીને પ્રતિબિંબિત કરતો એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત 17 લોકો ગુમ થયા છે. બધા કોરોના દર્દીઓ કાર બનાવનાર મારુતિ સુઝુકીનાં કર્મચારી છે અને માનેસરમાં કંપનીનાં પ્લાન્ટમાં કામ કરતા હતા. બધાં 17 લોકો ઝજ્જર અને ગુરુગ્રામનાં રહેવાસી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના પરિસરમાં એક ક્વોરેન્ટાઇન સેન્ટર સ્થાપિત […]

India
d12050c04d64a3e0c7dc1a4f4b8c2e81 ગુરુગ્રામમાં તંત્રની બેદરકારી, મારુતિ સુઝકી કંપનીમાં કાર્યરત 17 કોરોના સંક્રમિત કામદારો થયા ગુમ
d12050c04d64a3e0c7dc1a4f4b8c2e81 ગુરુગ્રામમાં તંત્રની બેદરકારી, મારુતિ સુઝકી કંપનીમાં કાર્યરત 17 કોરોના સંક્રમિત કામદારો થયા ગુમ

હરિયાણાનાં ગુરુગ્રામ તંત્રની બેદરકારીને પ્રતિબિંબિત કરતો એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત 17 લોકો ગુમ થયા છે. બધા કોરોના દર્દીઓ કાર બનાવનાર મારુતિ સુઝુકીનાં કર્મચારી છે અને માનેસરમાં કંપનીનાં પ્લાન્ટમાં કામ કરતા હતા.

બધાં 17 લોકો ઝજ્જર અને ગુરુગ્રામનાં રહેવાસી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના પરિસરમાં એક ક્વોરેન્ટાઇન સેન્ટર સ્થાપિત કર્યું છે, જ્યારે અહી રહેનારા લોકોની ગણતરી કરવામાં આવી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે 17 લોકો ગુમ થયા છે. હવે હરિયાણાનાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે અને આ બધા દર્દીઓને શોધી કાઠવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજી સુધી કોઈ માહિતી મળી નથી કે તમામ કામદારો ક્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધાને કોરોના વાયરસનાં લક્ષણો હતા, બાદમાં તમામની તપાસ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે આ લોકોને વાયરસનો ચેપ લાગ્યો હતો. અગાઉ, જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત 67 દર્દીઓ ગુમ થયા હતા, ત્યારે બેદરકારી બદલ ગુરુગ્રામ જિલ્લા વહીવટ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા.

આપને જણાવી દઇએ કે, હરિયાણામાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, મોટાભાગનાં કેસો ગુરુગ્રામ અને ફરીદાબાદથી આવી રહ્યા છે. સોમવારે ગુરુગ્રામમાં પણ કોરોના વાયરસનાં 85 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુરુગ્રામ જિલ્લામાં ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા વધીને 4,512 થઈ ગઈ છે. જ્યા 1,820 સક્રિય કેસ છે. આ સિવાય વાયરસનાં કારણે બે લોકોનાં મોત પણ થયા છે, ત્યારબાદ મૃત્યુઆંક 66 પર પહોંચી ગયો છે. વળી રાજ્યભરમાં ચેપનાં 390 નવા કેસ નોંધાયા છે, જેના કારણે કુલ કેસ 11,025 પર પહોંચી ગયો છે. આ સિવાય 9 લોકોનાં મોત બાદ મૃતકોનો આંકડો વધીને 169 થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.