Not Set/ #Boycott_China અને આત્મનિર્ભર ભારત અભિયાનથી ચીન ફફડ્યું, ઉચ્ચારી આવી ચિમકી..!!

ચીન ભલે પોતાની જાતને વિશ્વની મહાસત્તાઓમાંની એક ગણી કે ગણાવી રહ્યું હોય પણ ભારતની ચળવળથી ફફડી ઉઠ્યુ છે. જી હા, ભારત સરકાર દ્વારા કોરોના કાળમાં કહેવામાં આવેલી અને અમલી બનાવવામા આવેલી આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત #Boycott_China અભિયાન ભારતનાં લોકોએ ઉઠાવી લીધુ છે. વળી પાછુ આજ સમયે ચીને ભારત સાથે અવળચંડાય કરી અને ચીંગારીને હવા મળી હોય […]

Uncategorized
b70ba936b963735af0018797c836c177 1 #Boycott_China અને આત્મનિર્ભર ભારત અભિયાનથી ચીન ફફડ્યું, ઉચ્ચારી આવી ચિમકી..!!

ચીન ભલે પોતાની જાતને વિશ્વની મહાસત્તાઓમાંની એક ગણી કે ગણાવી રહ્યું હોય પણ ભારતની ચળવળથી ફફડી ઉઠ્યુ છે. જી હા, ભારત સરકાર દ્વારા કોરોના કાળમાં કહેવામાં આવેલી અને અમલી બનાવવામા આવેલી આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત #Boycott_China અભિયાન ભારતનાં લોકોએ ઉઠાવી લીધુ છે. વળી પાછુ આજ સમયે ચીને ભારત સાથે અવળચંડાય કરી અને ચીંગારીને હવા મળી હોય તેવી રીતે ચીની વસ્તુઓ અને સર્વિસનો બહિષ્કાર થવા લાગ્યો. દેશભક્તિની આગ એટલી પાકી અને જલદ જોવામાં આવી રહી છે કે, સરકાર અને પ્રજા તમામ ક્ષેત્રે ચીન અને ચાઇનીઝનો બહિષ્કાર કરી રહ્યા છે. 

ભારત દ્વારા ચીન અને ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર ચીનથી સહન નથી થઇ રહ્યો તે વાત તો બીલકુલ દીવા જેવી સાચી છે જ, પણ ભારતનાં આ પગલાને કારણે વિશ્વની સૌથી મોટી બજારનાં બારણા ચીન માટે બંધ થઇ રહ્યા હોવાનું પ્રતિત થઇ રહ્યું હોવાનાં કારણે ચીન ફફડી ઉઠ્યું છે. 

જી હા, ફફડાહટમાં ચીનનાં એક સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ભારતને જ દમદાટી આપી દેવામાં આવી છે. ‘ચીનનો બહિષ્કાર ભારતને મોંઘો પડશે’ આવું કહી રહેલ ચીની અખબારે એવું પણ ભવિષ્ય ભાખવાની કોશિશ કરી છે કે, આ પગલું ‘ભારતના અર્થતંત્ર માટે આત્મઘાતી પગલું’ છે. ડ્રેગન હવે હવામાં તીર છોડી અને સિંહને ડરાવવાની કોશિશમાં હવાતીયા મારતું જોવામાં આવી રહ્યું છે. 

ભારત દ્વારા બહિષ્કારનું મક્કમ વલણ જોતાં ચીન ભારતને ડરાવવાની ચેષ્ટા કરી રહ્યુ છે. ગ્લોબલ ટાઈમ્સે તો ભારતને ડરાવવા માટે આંકડાઓ સાથે આવું લખ્યું ‘..તો ભારતીય અર્થતંત્ર કડડભૂસ થશે’ જો કે, ચીનએ ભૂલી રહ્યું છે કે, ભારતનું અર્થતંત્ર આત્મનિર્ભર બનવા માટે ચાલી નીકળ્યું છે અને હવે તેને ચીનની ડ્રેગન દમદાટીથી ડરાવી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews