Not Set/ CBSE Board Exam/ ધોરણ 10 અને 12 ની જુલાઈમાં યોજાવાની પરિક્ષા રદ્દ

CBSE ની બાકી રહેલી બોર્ડ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન યોજાનારી 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં બોર્ડ વતી આ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે વિષયોની પરીક્ષા લેવામાં આવી નથી તેના માટે […]

Uncategorized
245563fd963d2b81e75d3c0db95ccd82 CBSE Board Exam/ ધોરણ 10 અને 12 ની જુલાઈમાં યોજાવાની પરિક્ષા રદ્દ
245563fd963d2b81e75d3c0db95ccd82 CBSE Board Exam/ ધોરણ 10 અને 12 ની જુલાઈમાં યોજાવાની પરિક્ષા રદ્દ

CBSE ની બાકી રહેલી બોર્ડ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન યોજાનારી 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં બોર્ડ વતી આ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે વિષયોની પરીક્ષા લેવામાં આવી નથી તેના માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, કોરોનાવાયરસ રોગચાળાનાં કારણે, સીબીએસઇ અને આઈસીએસઈ સહિતનાં ઘણા રાજ્ય બોર્ડનાં કેટલાક પેપર માર્ચમાં બાકી હતા. કેટલાક સ્ટેટ બોર્ડે બાળકોને પરીક્ષા વિના પાસ કર્યા હતા, જ્યારે સીબીએસઈએ બાકીનાં પેપરો જુલાઈમાં લેવાનો નિર્ણય કર્યો હતો. સીબીએસઇએ બાકીનાં પેપરો 1 થી 15 જુલાઇ દરમિયાન યોજવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.