Not Set/ ભારતમાં હવે પ્રાઇવેટ કંપનીઓ પણ બનાવશે રોકેટ અને સેટેલાઇટ : ISRO પ્રમુખ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) નાં વડા કે. શિવાને જણાવ્યું હતું કે, હવે ખાનગી ક્ષેત્રને હવે રોકેટ, ઉપગ્રહોનું નિર્માણ અને પ્રક્ષેપણ સેવાઓ પ્રદાન કરવા જેવી અંતરિક્ષ ગતિવિધિઓને કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ખાનગી ક્ષેત્ર પણ ભારતીય અવકાશ સંશોધન સંગઠનનાં અંતર-ગ્રહોનાં મિશનનો એક ભાગ બની શકે છે. નોંધપાત્ર વાત એ છે […]

India

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) નાં વડા કે. શિવાને જણાવ્યું હતું કે, હવે ખાનગી ક્ષેત્રને હવે રોકેટ, ઉપગ્રહોનું નિર્માણ અને પ્રક્ષેપણ સેવાઓ પ્રદાન કરવા જેવી અંતરિક્ષ ગતિવિધિઓને કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ સાથે તેમણે કહ્યું હતું કે, ખાનગી ક્ષેત્ર પણ ભારતીય અવકાશ સંશોધન સંગઠનનાં અંતર-ગ્રહોનાં મિશનનો એક ભાગ બની શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે ગ્રહોની શોધખોળ મિશન સહિત અનેક અવકાશ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપી હતી.

જો કે, શિવાને સ્પષ્ટતા કરી હતી કે, ઇસરો તેની પ્રવૃત્તિઓ ઘટાડશે નહીં અને સંગઠન અવકાશ આધારિત ગતિવિધિઓને ઉન્નત અનુસંધાન અને વિકાસ, અંતર-ગ્રહીય અને માનવ અવકાશ ઉડાન મિશન સહિત ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.