Not Set/ આસામમાં પૂરની પરિસ્થિતિ વધુ કથળી, 18 લોકોનાં મોત, 23 જિલ્લાના 9.3 લાખ લોકો અસર ગ્રસ્ત

આસામમાં પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જેના કારણે 23 જિલ્લાના 9.3 લાખ લોકો પ્રભાવિત થયા હતા. પૂરને કારણે વધુ બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્ય આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) એ આ માહિતી આપી. એએસડીએમએના દૈનિક પૂરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પૂરના કારણે ધેમજી જિલ્લાના જોનાઇ વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય વ્યક્તિ ઉદલગુરી જિલ્લામાં […]

Uncategorized
985d8a389717fe4bac05e9b6bea00688 આસામમાં પૂરની પરિસ્થિતિ વધુ કથળી, 18 લોકોનાં મોત, 23 જિલ્લાના 9.3 લાખ લોકો અસર ગ્રસ્ત
985d8a389717fe4bac05e9b6bea00688 આસામમાં પૂરની પરિસ્થિતિ વધુ કથળી, 18 લોકોનાં મોત, 23 જિલ્લાના 9.3 લાખ લોકો અસર ગ્રસ્ત

આસામમાં પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જેના કારણે 23 જિલ્લાના 9.3 લાખ લોકો પ્રભાવિત થયા હતા. પૂરને કારણે વધુ બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્ય આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) એ આ માહિતી આપી. એએસડીએમએના દૈનિક પૂરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પૂરના કારણે ધેમજી જિલ્લાના જોનાઇ વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય વ્યક્તિ ઉદલગુરી જિલ્લામાં મૃત્યુ પામ્યો છે. વધુ બે મૃત્યુ સાથે, આ વર્ષે પૂરમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે.

એએસડીએમએએ જણાવ્યું હતું કે, ધેમાજી, લખિમપુર, બિસ્વનાથ, ઉદલગુરી, દરંગ, નલબારી, બરપેટા, બોંગાઇગાંવ, કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સલમારા, ગોલપડા, કામરૂપ, મોરીગાંવ, હોજાઈ, નૌગાંવ, ગોલાઘાટ, જોરહટ, માજુલી, શિવાસાગર અને ધ્રિબિગ કરબી એંગ્લોંગ જિલ્લામાં પૂરને કારણે 9.26 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે એસડીઆરએફ, જિલ્લા વહીવટ, નાગરિક સુરક્ષા અને અંતર્ગત જળ પરિવહન વિભાગે પાંચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 9,303 લોકોને સ્થળાંતર કર્યા છે.

ગુવાહાટીમાં ભૂસ્ખલનથી એકનું મોત નીપજ્યું હતું. જી હા, આસામની રાજધાની, ગુવાહાટીમાં રાજ ભવન નજીક ભૂસ્ખલનમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ વહીવટીતંત્ર અસલમત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ જવા માટે કહ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વહીવટી તંત્રે રાજભવન નજીક અસ્થાયી રૂપે એક હોસ્પિટલ બંધ કરી દીધી છે. આંશિક ભૂસ્ખલનથી તેની એક દિવાલ નબળી પડી ગઈ છે. તેમણે કહ્યું કે રાજ્યપાલનું નિવાસસ્થાન ખારગુલી વિસ્તારમાં આવેલું છે જે સલામત છે. ભૂસ્ખલનની બીજી ઘટના ગીતા નગર વિસ્તારમાં બની છે. આમાં એક માર્ગ અને મકાનને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાની થઈ નથી.

કેન્દ્રએ તમામ સંભવિત મદદનો વિશ્વાસ આપ્યો,
આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં પાણી સતત જોખમના નિશાન પર પહોંચી ગયું છે. રાજ્ય સરકારની ચિંતાને ધ્યાનમાં રાખીને ગૃહ પ્રધાન શાહે મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલ અને આરોગ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્મા સાથે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા વાત કરી હતી. ગૃહ પ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનવાલ અને હેમંત બિસ્વા શર્મા સાથે વાત કરી. તેમને બ્રહ્મપુત્રા નદી અને ગુવાહાટીમાં ભૂસ્ખલન વિશે પૂછ્યું હતુ અને તમામ શક્ય સહાયની ખાતરી આપી. મોદી સરકાર આસામના લોકોની સાથે નિશ્ચિતપણે ઉભી છે. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews