Not Set/ #Boycott_China/ નવું ભારત, સખ્ત, સુદ્રઢ ઉન્નત ભારત: 59 ચીની એપ્સ પર મોદી સરકારે પ્રતિબંધ મૂકયો

દેશદાઝ સાથે આત્મનિર્ભરતાનાં પંથે સરકાર દ્વારા કડક કદમ ચાલ શરુ કરી દેવામાં આવી છે. જી હા, નવું ભારત, સખ્ત ભારત, સુદ્રઢ ભારત, ઉન્નત ભારત. 59 ચીની એપ્સ પર મોદી સરકારે પ્રતિબંધ મૂકી ને ચાઇનાને કડક સંદેશ આપ્યો છે. ટિકટોક, હેલો, શેરઇટ, યુસી બ્રાઉઝર , ઝેન્ડર, કેમ સ્કેનર સહિત પાંચ ડઝન ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. […]

Uncategorized
6244897181921b8086b69367aeacc85a 1 #Boycott_China/ નવું ભારત, સખ્ત, સુદ્રઢ ઉન્નત ભારત: 59 ચીની એપ્સ પર મોદી સરકારે પ્રતિબંધ મૂકયો

દેશદાઝ સાથે આત્મનિર્ભરતાનાં પંથે સરકાર દ્વારા કડક કદમ ચાલ શરુ કરી દેવામાં આવી છે. જી હા, નવું ભારત, સખ્ત ભારત, સુદ્રઢ ભારત, ઉન્નત ભારત. 59 ચીની એપ્સ પર મોદી સરકારે પ્રતિબંધ મૂકી ને ચાઇનાને કડક સંદેશ આપ્યો છે. ટિકટોક, હેલો, શેરઇટ, યુસી બ્રાઉઝર , ઝેન્ડર, કેમ સ્કેનર સહિત પાંચ ડઝન ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. ચાઇનીઝ કંપનીઓ આ પ્રતિબંધથી  હજારો કરોડનો ધંધો ગુમાવશે. 

સરહદ પર ભારતીય જવાનો ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એપ્સ બંધ કરી ને ભારતે વધુ એક ફટકો માર્યો છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનને ભીડવવા ભારત સજ્જ થઇ ગયું છે. ચીનને પણ હવે સમજાઈ રહ્યું હશે કે, ભારત હવે બનાના રિપબ્લિક નથી, એ સરહદ પર સામનો કરી જાણે છે અને બજારને રસ્તે ચીનનું નાક દબાવવાનું પણ નવા ભારતને આવડે છે. આજે ભારતની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે આવો જ આકરો નિર્ણય લીધો છે.

ચીન સામે એક આકરી પ્રતિક્રિયા તરીકે કેન્દ્ર સરકારે અમુક પ્રચલિત ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે આ એપ્સના ઉપયોગથી પ્રાઇવેસી અને ડેટા ચોરી અંગેનો ખતરો હતો. આ મામલે ઘણી ફરિયાદો સરકાર સમક્ષ આવી હતી. તેથી દેશના સાર્વભૌમત્વ અને લોકોની પ્રાઇવેસી ભંગ થાય તેની સામે આકરા પગલા લેવામાં આવે તેવી લોકોની માંગ હતી. તેને ધ્યાનમાં રાખીને સરકારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. તેમાં ટિકટોક, હેલો, શેરઇટ, યુસી બ્રાઉઝર , ઝેન્ડર સહિતની પ્રચલિત એપનો સમાવેશ થાય છે. 

દેશમાં નાગરિકોમાં પણ ચીન વિરુદ્ધ ગુસ્સો ફૂટી નીકળ્યો છે. લોકોએ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શનો શરૂ કરી દીધા છે. માત્ર ચાઈનિઝ પ્રોડક્ટ જ નહીં પરંતુ સ્માર્ટ ફોન પરની ચાઈનિઝ એપ્સ પરથી પણ ભારતીયોનો મોહભંગ થઈ રહ્યો છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. ટિકટોક સહિતની એપ્લિકેશન પર પ્રતિબંધ લાગ્યો છે. Tiktok સહિત Helo, Zoom, WeChat, ShareIt, BeautyPlus અને LIKE સહિતની એપલીકેશન બંધ કરી છે. આમ ભારત સરકાર અને નરેન્દ્ર મોદીએ વધુ એક વખત નિર્ણયો લેવામાં પણ આત્મનિર્ભયતા  દેખાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews