Not Set/ સૈન્ય યુદ્ધ થાય કે નહીં પરંતુ ભારત – ચીન વચ્ચે ધંધાકીય યુદ્ધનો આગાઝ થઇ ચૂક્યો છે

ભારતે ચીન વિરુદ્ધ ધંધાકીય યુદ્ધનો આગાઝ આપી દીધો છે અને સરકાર દ્વારા  શરૂ કરાયેલા આ યુદ્ધમાં ચીની કંપનીઓને આપવામાં આવેલા અને મોટા કોન્ટ્રાક્ટોને રદ્દ કરવામાં આવી રહ્યા છે. જો કે આ મામલોએ ત્યારે જોર પકડ્યુ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાઇના બેઇઝ 59 એપ્લિકેશન પર પ્રતિંબધ લાદવામાં આવ્યો અને તમામ એપ્લિકેશન બેન થતા બંધ થઇ ગઇ. ભારતનાં આ […]

India
6e2137a2739502f8cca267000264760b સૈન્ય યુદ્ધ થાય કે નહીં પરંતુ ભારત - ચીન વચ્ચે ધંધાકીય યુદ્ધનો આગાઝ થઇ ચૂક્યો છે
6e2137a2739502f8cca267000264760b સૈન્ય યુદ્ધ થાય કે નહીં પરંતુ ભારત - ચીન વચ્ચે ધંધાકીય યુદ્ધનો આગાઝ થઇ ચૂક્યો છે

ભારતે ચીન વિરુદ્ધ ધંધાકીય યુદ્ધનો આગાઝ આપી દીધો છે અને સરકાર દ્વારા  શરૂ કરાયેલા આ યુદ્ધમાં ચીની કંપનીઓને આપવામાં આવેલા અને મોટા કોન્ટ્રાક્ટોને રદ્દ કરવામાં આવી રહ્યા છે. જો કે આ મામલોએ ત્યારે જોર પકડ્યુ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાઇના બેઇઝ 59 એપ્લિકેશન પર પ્રતિંબધ લાદવામાં આવ્યો અને તમામ એપ્લિકેશન બેન થતા બંધ થઇ ગઇ. ભારતનાં આ સરકારી પગલાથી ચીનનાં પેટમાં તેલ રેડાયુ અને ચીને પણ ભારતની અનેક સાઇટો ચીનમાં બેન કરી. 

ધંધાકીય યુદ્ધમાં કરો યા મારોની સ્થિતિ તરફ બને દેશ આગળ વઘી રહ્યા છે, જો કે દોડી રહ્યા છે તેવુ કહેવુ વધારે યોગ્ય રહેશે. દેશમાં ઠેરઠેર ચાઇનીઝ વસ્તુએનો બિહષ્કાર કરી હોળીઓ કરવામાં આવી રહી છે અને #Boycott_China ઘૈરો રંગ પકડી રહ્યું છે, ત્યારે ભારત સરકાર ચીનને વધુ એક ઝટકો આપવા થનગની રહી છે જી હા, ચીની કંપની હુવેઈને 5-Gમાંથી બહાર કરવાની તૈયારી પણ સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સરકારી કંપની BSNL અને ચીની કંપની હુવેઈ વચ્ચે કોરોડો રુપિયાનાં કોન્ટ્રાક્ટની પ્રક્રિયા ચાલી રહી હતી. ભારતમાં 4-G નેટવર્કને અપગ્રેડ કરી 5-Gમાં કનર્વટ કરવાની આ ડીલ માટે ચીની કંપની હુવેઈ દ્વારા ટેન્ડરીંગ પણ કરવામાં આવ્યું હતુ અને તે પાસ પણ કરવાની નોક પર હતું. તમામ ઘટનાએ જે રીતે આકાર લીધો અને ભારતઅને ચીન વચ્ચે ફરી એકવાર વાતાવરણ તંગ બનવાથી એ ટેન્ડર પણ રદ કરવામાં આવ્યું છે. સાથે સાથે ભારત સરકારનાં મહત્વકાંક્ષી અને મોટા કહી શકાય તેવા હાઈવે પ્રોજેક્ટમાંથી પણ ચીનને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. ભારતે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ચીન અને ચીનની અવળચંડાઇનાં ભૂતકાળને જોતો એવુ લાગી રહ્યું છે કે સૈન્ય યુદ્ધ થાય કે નહી પરંતુ ધંધાકીય યુદ્ધનો આગાઝ થઇ ચૂક્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews