Mathura/ કૃષ્ણ જન્મભૂમિ/ કોર્ટે મસ્જિદ હટાવવાની અરજી સ્વીકારી, જાણો ક્યારથી શરુ થશે સુનાવણી

જિલ્લા ન્યાયાધીશે અપીલ સ્વીકારી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, મેનેજમેન્ટ ટ્રસ્ટની કમિટી શાહી ઇદગાહ મસ્જિદ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ, શ્રી કૃષ્ણ જન્માસ્થાન સેવા સંસ્થાને નોટિસ ફટકારી છે.

Top Stories India
krishanaJanmbhoomi કૃષ્ણ જન્મભૂમિ/ કોર્ટે મસ્જિદ હટાવવાની અરજી સ્વીકારી, જાણો ક્યારથી શરુ થશે સુનાવણી

કોર્ટે મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર બનાવવામાં આવેલી મસ્જિદને હટાવવાની અરજી સ્વીકારી લીઘી છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 18 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. 12 નવેમ્બરના રોજ મથુરા જિલ્લા ન્યાયાધીશ સાધના રાણી ઠાકુરની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. અદાલતે શ્રી કૃષ્ણ જન્માસ્થાન સેવા સંસ્થા, ઇદગાહ ટ્રસ્ટ, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, શાહી મસ્જિદ ઇદગાહને આ મામલે નોટિસ મોકલી છે.

શ્રી કૃષ્ણ બિરાજમાન છે તે 13.37 એકર જમીનની માલિકી માટે દાખલ કરેલી આ અરજીને જિલ્લા ન્યાયાધીશ સાધના રાણી ઠાકુરે સ્વીકારી છે. અદાલતે અરજીમાં પક્ષકાર બનાવવામાં આવેલા યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, મેનેજમેન્ટ ટ્રસ્ટની કમિટી શાહી ઇદગાહ મસ્જિદ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ, શ્રી કૃષ્ણ જન્મસ્થળ સેવા સંસ્થાને અરજી દાખલ મામલે જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. કોર્ટના આદેશ બાદ અરજદારોએ ખુશી વ્યક્ત કરી હતી.

ભગવાન કૃષ્ણ બિરાજમાન વિવાદીત જમીન મામલે ભક્ત સખાઓએ રંજના અગ્નિહોત્રી, પ્રવેશ કુમાર, રાજેશ મણિ ત્રિપાઠી, તરુણેશકુમાર શુક્લા, શિવાજી સિંહ, ત્રિપુરી તિવારીના વકીલ દ્વારા શ્રી કૃષ્ણ બિરાજમાન વતી સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાવો કરવામાં આવ્યો . કોર્ટ રજા પર હોવાથી કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એફટીસીની કોર્ટમાં થઈ હતી.

30 સપ્ટેમ્બરે એડીજે એફટીસી દ્વારા અપીલને નકારી કાઢવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભગવાનના કરોડો ભક્તો છે તેથી અપીલ સ્વીકારી શકાતી નથી. એડીજે એફટીસીના આદેશને 12 નવેમ્બરના રોજ જિલ્લા ન્યાયાધીશ સાધના રાણી ઠાકુરની કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે ફરિયાદીની બાજુની સુનાવણી બાદ સુનાવણી માટે 16 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી.

શુક્રવારે, જિલ્લા ન્યાયાધીશે અપીલ સ્વીકારી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, મેનેજમેન્ટ ટ્રસ્ટની કમિટી શાહી ઇદગાહ મસ્જિદ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ, શ્રી કૃષ્ણ જન્માસ્થાન સેવા સંસ્થાને નોટિસ ફટકારી છે. કોર્ટે સુનાવણીની આગામી તારીખ 18 નવેમ્બર નક્કી કરી છે. અદાલતની બેઠક મળ્યા બાદ એડવોકેટ હરીશંકર જૈન અને વિષ્ણુશંકર જૈન અને ભક્ત સખાઓએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે આને પ્રથમ મોટી જીત ગણાવી.

 57 પાનાની અરજી
અરજી સિનિયર સિવિલ જજ છાયા શર્માની અદાલતમાં વકીલો વિષ્ણુ જૈન અને હરીશંકર જૈન દ્વારા કરવામાં આવેલી57 પાનાની અરજી છે. જેમાં તેણે પોતાની બધી વસ્તુઓ કોર્ટ સામે રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….