Not Set/ ગાઝિયાબાદમાં એક ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ મેળવ્યો આગ પર કાબુ

બુધવારે મોડી રાત્રે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ગાઝિયાબાદનાં ઔદ્યોગિક વિસ્તાર સાઈટ ચાર સ્થિત કાર્ડબોર્ડ વેરહાઉસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ આગને કાબુમાં લેવા માટે 8 ફાયર બ્રિગ્રેડનાં વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વળી સ્થિતિને સંભાળવા માટે ફાયર સેન્ટરથી પણ બે ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી […]

India
da0471f5dc800b46a2115bc1c39ee37d 1 ગાઝિયાબાદમાં એક ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ મેળવ્યો આગ પર કાબુ

બુધવારે મોડી રાત્રે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ગાઝિયાબાદનાં દ્યોગિક વિસ્તાર સાઈટ ચાર સ્થિત કાર્ડબોર્ડ વેરહાઉસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ આગને કાબુમાં લેવા માટે 8 ફાયર બ્રિગ્રેડનાં વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વળી સ્થિતિને સંભાળવા માટે ફાયર સેન્ટરથી પણ બે ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી હતી. કલાકોની સખત મહેનત બાદ ફાયર ફાઇટરો આગને કાબૂમાં મેળવી શક્યા છે. આ અકસ્માતમાં હજી સુધી કોઈ જાનહાનિનાં સમાચાર મળ્યા નથી.