Not Set/ માત્ર 1 કલાકમાં દેશનાં આ બે વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા

ભારતનાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ગુરુવારે આવેલા 4.5 ની તીવ્રતાનાં ભૂકંપનાં ઝટકાનાં 1 કલાકની અંદર જમ્મુ-કાશ્મીરનાં કટરા શહેર નજીક જમીન ધ્રુજી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે 2.02 વાગ્યે આંચકા અનુભવાયા હતા, તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. જો કે ભૂકંપનું કેન્દ્ર હજુ જાણવા મળ્યું નથી, પરંતુ એક જ દિવસમાં બે વાર […]

India
5d6d77bf70cd2c31414dfa31493c00fb માત્ર 1 કલાકમાં દેશનાં આ બે વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા
5d6d77bf70cd2c31414dfa31493c00fb માત્ર 1 કલાકમાં દેશનાં આ બે વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા

ભારતનાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ગુરુવારે આવેલા 4.5 ની તીવ્રતાનાં ભૂકંપનાં ઝટકાનાં 1 કલાકની અંદર જમ્મુ-કાશ્મીરનાં કટરા શહેર નજીક જમીન ધ્રુજી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે 2.02 વાગ્યે આંચકા અનુભવાયા હતા, તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. જો કે ભૂકંપનું કેન્દ્ર હજુ જાણવા મળ્યું નથી, પરંતુ એક જ દિવસમાં બે વાર ભૂકંપનાં કારણે લોકોમાં ભયનો માહોલ છે.

આપને જણાવી દઈએ કે, ભૂકંપનાં આંચકા આજે લદ્દાખમાં બપોરે 1.11 વાગ્યે અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર કારગિલથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 119 કિમી દૂર હતું. જણાવી દઇએ કે, એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. આ પહેલા 26 જૂને, ધરતી ધ્રુજી હતી. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ભારતનાં પર્વતીય વિસ્તારોમાં સતત આંચકા અનુભવાઈ રહ્યા છે. ઘરોમાં તિરાડો પડતાં આસામ, મેઘાલયમાં પણ જૂનનાં અંતમાં તીવ્ર ભૂકંપનો અનુભવ થયો હતો.