Not Set/ PM મોદીએ રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનને બંધારણમાં સુધારા માટે પાઠવ્યા અભિનંદન

રશિયામાં બુધવારે બંધારણમાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે હવે રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન 2036 સુધી દેશનાં રાષ્ટ્રપતિ રહી શકશે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. વળી બીજા વિશ્વ યુદ્ધમાં વિજયની 75 મી વર્ષગાંઠ અને બંધારણ સુધારણામાં મળેલા મત બદલ તેમને અભિનંદન આપ્યા. આ દરમિયાન બંનેએ ભારત-રશિયાની વાર્ષિક […]

India
0d014c283eeb8cbced406302c7125e1e PM મોદીએ રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનને બંધારણમાં સુધારા માટે પાઠવ્યા અભિનંદન
0d014c283eeb8cbced406302c7125e1e PM મોદીએ રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનને બંધારણમાં સુધારા માટે પાઠવ્યા અભિનંદન

રશિયામાં બુધવારે બંધારણમાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે હવે રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન 2036 સુધી દેશનાં રાષ્ટ્રપતિ રહી શકશે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. વળી બીજા વિશ્વ યુદ્ધમાં વિજયની 75 મી વર્ષગાંઠ અને બંધારણ સુધારણામાં મળેલા મત બદલ તેમને અભિનંદન આપ્યા. આ દરમિયાન બંનેએ ભારત-રશિયાની વાર્ષિક દ્વિપક્ષીય સમિટ પર પણ ચર્ચા કરી હતી.

ચર્ચા દરમિયાન, પીએમ મોદી અને પુતિન દ્વિપક્ષીય સંપર્કો અને પરામર્શની ગતિ જાળવવા સંમત થયા હતા જેથી આ વર્ષનાં અંત સુધીમાં ભારતમાં વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક થઈ શકે. પીએમ મોદીએ દ્વિપક્ષીય સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનને આવકારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. વળી, રશિયન રાષ્ટ્રપતિ પુતિને ફોન કોલ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. સાથે જ બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવાની પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્ચાર કર્યો.