Not Set/ કોરોનાનાં સાજા થયેલા દર્દીને પ્લાઝમા ડોનેટ કરવા ફરજ ન પાડી શકાય : દિલ્હી HC

કોરોના સામે લડીને સ્વસ્થ થતાં કોરોના દર્દીઓએ આવશ્યક પણે પ્લાઝ્મા ડોનેટ કરવાની અરજી મામલે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે આ અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, ખંડપીઠે કેન્દ્ર અને દિલ્હી સરકારને આ અરજીને રજૂઆત તરીકે ધ્યાનમાં લેવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ પ્રિતિક જલાનની ખંડપીઠે આ અરજીમાં નોંધ લીધી હતી કે, સારવાર લેતા પહેલા કોરોના દર્દીને […]

Uncategorized
b61f3814e9d0fea984a5e0e9e48989e3 કોરોનાનાં સાજા થયેલા દર્દીને પ્લાઝમા ડોનેટ કરવા ફરજ ન પાડી શકાય : દિલ્હી HC
b61f3814e9d0fea984a5e0e9e48989e3 કોરોનાનાં સાજા થયેલા દર્દીને પ્લાઝમા ડોનેટ કરવા ફરજ ન પાડી શકાય : દિલ્હી HC

કોરોના સામે લડીને સ્વસ્થ થતાં કોરોના દર્દીઓએ આવશ્યક પણે પ્લાઝ્મા ડોનેટ કરવાની અરજી મામલે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે આ અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, ખંડપીઠે કેન્દ્ર અને દિલ્હી સરકારને આ અરજીને રજૂઆત તરીકે ધ્યાનમાં લેવા નિર્દેશ આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ પ્રિતિક જલાનની ખંડપીઠે આ અરજીમાં નોંધ લીધી હતી કે, સારવાર લેતા પહેલા કોરોના દર્દીને પ્લાઝ્માની પ્રતિજ્ઞા લાવવાની ફરજ પાડી શકાતી નથી. આ નિર્ણય દર્દી વતી સ્વૈચ્છિક હોવો જોઈએ ન કે કોઇ પણ પ્રકારનાં દબાણથી વસ થઇ ને.

ખંડપીઠે આ પીઆઈએલને રજૂઆત તરીકે ધ્યાનમાં લેવા કેન્દ્ર, દિલ્હી સરકાર, રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને વિવિધ સંસ્થાઓને આદેશ આપ્યો છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોરોના દર્દીઓની સારવાર માટે પ્લાઝ્માની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરવી જોઈએ અને બંધારણીય એકમની રચના કરવી જોઈએ.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવિડ -19 દર્દીઓની સારવાર માટે પ્લાઝ્માની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર અને દિલ્હી સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે સ્વસ્થ થયા પછી કોરોના દર્દીઓ માટે પ્લાઝ્માનું દાન કરવું ફરજિયાત બનાવવું જોઈએ જેથી અન્ય લોકોની પણ સારવાર થઈ શકે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews