Not Set/ અમદાવાદ/ પાંચ વર્ષની ‘ટેણી’ શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, જાણો કેમ..?

આત્મનિર્ભર બાળકી/ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. એવામાં અમદાવાદની એક બાળકીએ લોકડાઉનમાં એવું કરી બતાવ્યું કે લોકો પણ અચંબિત થઇ ગયા. શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતી માત્ર 5 વર્ષની બાળકીએ લોકડાઉનમાં પોતાની માતા પાસેથી રસોઈ બનાવતા શીખી અને એક અનોખો રેકોર્ડ સર્જી દીધો છે. પાંચ વર્ષની […]

Ahmedabad Gujarat
268a3035ccb864c8db3b64b6e9e02c49 અમદાવાદ/ પાંચ વર્ષની 'ટેણી' શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, જાણો કેમ..?
268a3035ccb864c8db3b64b6e9e02c49 અમદાવાદ/ પાંચ વર્ષની 'ટેણી' શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, જાણો કેમ..?

આત્મનિર્ભર બાળકી/ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. એવામાં અમદાવાદની એક બાળકીએ લોકડાઉનમાં એવું કરી બતાવ્યું કે લોકો પણ અચંબિત થઇ ગયા. શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતી માત્ર 5 વર્ષની બાળકીએ લોકડાઉનમાં પોતાની માતા પાસેથી રસોઈ બનાવતા શીખી અને એક અનોખો રેકોર્ડ સર્જી દીધો છે.

  • પાંચ વર્ષની સૌથી નાની વયે રસોઈ  બનાવવા બદલ શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
  • માત્ર પાંચ વર્ષની ઉંમરે શનાયાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
  • પાંચ વર્ષની શનાયા એ પેઇન્ટિંગમાં પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મેળવ્યો છે.
  • શનાયાને 2 ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મળતા  સ્રિવારમાં ઉમંગ.

કળાએ ભગવાનની દેન છે માણસે તો ફક્ત એ કળાને જાણી એને સુંદર રીતે મઠારવાની હોય છે. કળાને કોઈજ બાધ નથી, ના એને ઉંમર નડે છે, ના મઝહબ કે ના તો એને કોઈ ભાષાની જરૂર છે! બસ આંગળીઓના ટેરવે થોડી લાગણી, નિખાલસતા, પ્રેમ, રંગ અને અબોધતા ને રાખીએ અને જે રચના બને એ અદ્ભૂત જ હોય! બસ એવું જ અદ્ભૂત કાર્ય અમદાવાદની ફક્ત પાંચ વર્ષની છોકરી શનાયાએ એના નાના – નાના હાથો વડે સુંદર પેઇન્ટિંગ્સ બનાવી ને કર્યું છે. એના આ નિખાલસ કાર્યની નોંધ *”ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ”* એ લીધી છે જે *ઇન્ડિયા બુક 2021* માં નોંધાયું છે. ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાયેલા પેઇન્ટિંગ્સ  શૉ ”હાર્ટ શૉ 2020″ માં જાતે બનાવેલી મૌલિક સ્પેકટેક્યુલર પેઇન્ટિંગ્સ  સાથે એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો.

આ શૉમાં અલગ – અલગ 58 સિનિયર કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં શનાયા સૌથી નાની પાર્ટીસિપન્ટ હતી. તેમજ શનાયા દ્વારા બનાવવામાં આવેલા બંને ચિત્રો સોલ્ડ આઉટ થઈ ગયા હતા. આ શૉ હથીસિંગ અને કનોરિયા આર્ટ ગેલેરી ખાતે યોજાયો હતો. શનાયાને આ કળા એમની માતા સપના (ફાઈન આર્ટ્સ પેઇન્ટિંગ્સ ) અને પિતા એડવોકેટ રિદ્ધેશ ત્રિવેદી દ્વારા ગળથુથીમાં જ મળેલ છે….

શનાયા પેઇન્ટિંગ ની સાથો સાથ રસોઈમાં પણ એક્સપર્ટ છે. શાનયા વિવિધ પ્રકારની રેસિપી બનાવીને પોતાના યુ ટ્યુબ પેજ પર અપલોડ કરે છે. શાનયાના માતા-પિતા તેને એવીજ રેસિપીઓ બનાવવા દે છે જે ગેસનો ઉપયોગ કર્યા વગર બને. ફક્ત 5 વર્ષની ઉંમર હોવાથી માતા પિતામાં શનાયા દાઝી ન જાય તેની ચિંતા છે. શનાયા કૂકીસ, કેક, સેંડવિચીસ, ચાટ, ચોકલેટ, લાડુ, સલાડ, ભાખરી અને પેનકેક્સ સહિતની મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ બનાવે છે.

ત્યારે ફક્ત 5 વર્ષની બાળકીએ આ ઉત્તમ કાર્ય કરીને સાચા અર્થે આત્મનિર્ભર બનવું તે શીખવ્યું છે…

આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યુઝ અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.