હત્યારો પતિ/ પત્નીની હત્યા બાદ CA પતિ પણ જેલમાં, ૨ લોકોની અટકાયત

ડીસામાં એક મહિના અગાઉ CA પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો કેસ નોધાવવા પામ્યો હતો. જે અંગે ભીલડી પોલીસ મથકે ફરીયાદ નોધાતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. જે કેસમાં પોલીસે હત્યામાં વપરાયેલ સ્વીફ્ટ કાર જપ્ત કરી હત્યા કરનાર CA પતિ અને મદદગારી કરનાર શખ્સની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી છે. ડીસામાં થોડા સમય અગાઉ CA […]

Ahmedabad Gujarat Others
મર્ડર પત્નીની હત્યા બાદ CA પતિ પણ જેલમાં, ૨ લોકોની અટકાયત

ડીસામાં એક મહિના અગાઉ CA પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો કેસ નોધાવવા પામ્યો હતો. જે અંગે ભીલડી પોલીસ મથકે ફરીયાદ નોધાતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. જે કેસમાં પોલીસે હત્યામાં વપરાયેલ સ્વીફ્ટ કાર જપ્ત કરી હત્યા કરનાર CA પતિ અને મદદગારી કરનાર શખ્સની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ડીસામાં થોડા સમય અગાઉ CA પતિ લલિત માળીએ પોતાના મિત્રની મદદથી પત્નીને ગાડીથી ટક્કર મરાવીને  મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ  પ્રકાશમાં આવ્યો હતો.  જે અંગે ભીલડી પોલીસે ગુનો નોધી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં પતિ દ્વારા જ પત્નીની હત્યાનું કાવતરૂ રચ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભીલડી પોલીસે મૃતક મહિલાના પતિ લલિત માળી અને મહેશ માળીની અટકાયત કરી હતી. તેમજ હત્યામાં વપરાયેલ સ્વીફ્ટ કાર પણ પોલીસે જપ્ત કરી છે. જયારે  ત્રીજો આરોપી કીર્તિ માળી ભાગતો ફરતો હોઈ પોલીસે તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ