Not Set/ CAA/ દેશભરમાં ફેલાઇ વિરોધની હિંસક આગ, વિરોધનો અંત ક્યારે ?

કર્ણાટકમાં લેફ્ટ અને મુસ્લિમ સંગઠનોનું બંધ બિહારમાં વિપક્ષી કાર્યકર્તાઓએ કર્યા રેલવે ટ્રેક જામ યુપી ,બેગ્લોર ,દિલ્હીમાં કલમ 144 લાગુ યુપી, કર્ણાટકના અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન લખનઉ હિંસામાં 150થી વધુ લોકોની ધરપકડ દિલ્હીમાં 1200થી વધુ લોકોની ધરપકડ સરકાર દ્વારા વાંરવાર અપીલ કરવા છતાં હજી સુધી સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ […]

Top Stories India
caa virodh CAA/ દેશભરમાં ફેલાઇ વિરોધની હિંસક આગ, વિરોધનો અંત ક્યારે ?
  • કર્ણાટકમાં લેફ્ટ અને મુસ્લિમ સંગઠનોનું બંધ
  • બિહારમાં વિપક્ષી કાર્યકર્તાઓએ કર્યા રેલવે ટ્રેક જામ
  • યુપી ,બેગ્લોર ,દિલ્હીમાં કલમ 144 લાગુ
  • યુપી, કર્ણાટકના અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન
  • લખનઉ હિંસામાં 150થી વધુ લોકોની ધરપકડ
  • દિલ્હીમાં 1200થી વધુ લોકોની ધરપકડ

સરકાર દ્વારા વાંરવાર અપીલ કરવા છતાં હજી સુધી સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ હિંસા પ્રદર્શકારીઓ સામે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. પરંતુ જ્યારે નાગરિકો અને પોલીસ દેશભરમાં રસ્તા પર આમને સામને આવી જાય ત્યારે શું થાય તે દેશ આખો જોઇ રહ્યો છે. પારાવાર ખુવારી અને અજંપાની સ્થિતિ દેશભરમાં શાસન કરી રહી છે.

નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દેશના ઘણાં વિસ્તારોમાં હજી પણ વિરોધ પ્રદર્શન શાંત નથી થયું. અને દિવસેને દિવસે આ વિરોધ પ્રદર્શન હિંસક બનતો જોવા મળ્યો. દિલ્હીથી લઈને મુંબઈ અને લખનઉથી લઈને બેંગલુરુ સુધી પ્રદર્શનકારીઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા. આ જ વિરોધ પ્રદર્શનના કારણે લખનઉમાં એક અને મેંગલોરમાં 2 લોકોના મોત થયા . ફરી દેશના ઘણાં હિસ્સામાં નાગરિકતા કાયદાના વિરોધમાં દેખાવો જોવા મળ્યું.

લખનઉમાં થયેલી હિંસામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી. અને અત્યાર સુધી કુલ 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી. જ્યારે 19થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી. સૌથી વધારે હિંસા ઉત્તરપ્રદેશના શહેરોમાં જોવા મળી. જેને લઈ અનેક શહેરોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. યુપીની સરકારે પણ આરોપીઓના સંપત્તિ વેચીને હિંસામાં થયેલ નુકસાનની ભરપાઈ કરવાની જાહેરાત કરી છે. કર્ણાટકના બેંગલુરુમાં પણ CAAના વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું. જેને લઈ 21 દિસેમ્બર સુધી પોલીસ તરફથી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનના કારણે ઘણી એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સને એરપોર્ટ સુધી પહોંચવામાં તકલીફ થઈ. જેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી અમુક ફ્લાઈટને અસર થઈ. હરિયાણા બોર્ડર પર બેરિકેડના કારણે દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસવે પર 10 કિમી સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેમાં ઘણાં એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ ફસાઈ ગયા. તેના કારણે 16 ફ્લાઈટ ડિલે થઈ છે. ઈન્ડિગોએ 19 ફ્લાઈટ રદ કરવી પડી હતી.

દિલ્હીમાં નાગરિકતા કાયદો અને એનઆરસી વિરુદ્ધ ઘણી જગ્યાએ દેખાવાની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીમાં હિંસક વિરોધ પ્રદર્શનના કારણે 20 મેટ્રો સ્ટેશન બંધ રાખ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ 4 કલાક માટે બંધ રાખવામાં આવી હતી.

એક સાથે લાલ કિલ્લા, મંડી હાઉસ અને મંચર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અહીં આવનાર પ્રદર્શનકારીઓની અટકાયત કરીને અસ્થાઈ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓને પ્રોત્સાહન આપવા અને હિંસા ફેલાવવાના ગુનામાં કોંગ્રેસ, સપા અને ટીએમસીના પાર્ટીઓ સહિત 1200 લોકોની ધરપકડ કરી હતી.પરંતુ સવાલ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા વાંરવાર રજુઆત કરવામાં આવી છે કે એનસીઆર અને નાગરિકતા કાયદાથઈ કોઈ પણ વ્યક્તિની નાગરિકતાને અસર થશે નહી છતા દેશ ભારમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા હિંસા ફેલાવવાનો પ્રયાસ યથાવત જોવા મળ્યુ. હવે આ હિંસાની આંગ ક્યારે ઓલનવાશે તે આવનારો સમય બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.