Not Set/ CAAની તરફેણમાં 5 જાન્યુઆરીથી શરુ થઇ રહેલા લોક જાગૃતિ અભિયાન માટે ભાજપની આવી છે તૈયારી

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) 5 જાન્યુઆરીથી સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગેના સૌથી મોટા લોક જાગૃતિ અભિયાનની શરૂઆત કરવાની તૈયારી કરી રહી છે. 5 જાન્યુઆરીએ, એક જ દિવસમાં, દેશભરમાં પાર્ટીના 42 ટોચના નેતાઓ 42 અલગ-અવગ સ્થળોએ ઘરે ઘરે સંપર્ક પ્રચાર શરૂ કરશે. પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલ જૈને કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત […]

Top Stories India
cab bjp CAAની તરફેણમાં 5 જાન્યુઆરીથી શરુ થઇ રહેલા લોક જાગૃતિ અભિયાન માટે ભાજપની આવી છે તૈયારી

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) 5 જાન્યુઆરીથી સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગેના સૌથી મોટા લોક જાગૃતિ અભિયાનની શરૂઆત કરવાની તૈયારી કરી રહી છે. 5 જાન્યુઆરીએ, એક જ દિવસમાં, દેશભરમાં પાર્ટીના 42 ટોચના નેતાઓ 42 અલગ-અવગ સ્થળોએ ઘરે ઘરે સંપર્ક પ્રચાર શરૂ કરશે.

પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ડો. અનિલ જૈને કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ 5 જાન્યુઆરીથી દિલ્હીમાં આ અભિયાનની શરૂઆત કરશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ દિલ્હીમાં રહેશે. બીજી તરફ કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા ગાઝિયાબાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લખનઉ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નાગપુર, કેન્દ્રીય પ્રધાન વી સદાનંદ ગૌડા બેંગ્લોર, નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજસ્થાનના જયપુરમાં જોડાઇને અભિયાનની શરૂઆત કરશે.

આ જ રીતે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર મધ્યપ્રદેશ, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ હરિયાણા, છત્તીસગઢનાં થાવરચંદ ગેહલોત રાયપુર, ઉત્તરાખંડના ડો.રમેશ પોખરીયલ નિશંક હલ્દવાણી, કેન્દ્રીય પ્રધાન અઝુર મુંડા જમશેદપુર, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ગુરુગ્રામ, કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ મુંબઈમાં, કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી રામપુરમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન શરૂ કર્યું

રાષ્ટ્રિય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ લક્ષદ્વીપ, રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહ, યુપીના બુલંદશહેર, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ડોર ટુ ડોર કનેક્ટિવિટી અભિયાન શરૂ કરશે.

આ સિવાય ભાજપ દ્વારા દેશનાં તમામ રાજ્યોનાં ભાજપનાં સાંસદોને પોત પોતાના વિસ્તારમાં આ કાર્ય પહેલેથી જ સોંપી દેવામાં આવ્યુંં છે. ભાજપ દ્વારા દેશનાં તમામ ભાજપી સભ્યોને CAA કાયદા વિશે લોક જાગૃતિ અભિયાનની શરૂઆત કરવાની અને ઘરે ઘરે લોકો સાથે સીધો સંવાદ કરવાની ટહેલ નાખી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.