Not Set/ CAA પર NCP નેતાનું વિવાદીત નિવેદન, કહ્યું – જ્યારે તમારા પિતાજી માથું ઝુકાવીને બ્રિટિશરોનાં બુટ ચાટતા હતા, ત્યારે …

નાગરિકતા સુધારણા અધિનિયમ સંદર્ભે દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ અને સમર્થન માટેનાં પ્રદર્શન હાલ પણ ચાલી રહ્યા છે. દરમિયાન નાગરિકત્વ કાયદા અને એનઆરસી અંગે નેતાઓના પણ રોજને રોજ કોઇ ને કોઇ વિરોધાભાસી નિવેદનો જોવા મળી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા જીતેન્દ્ર અવધે પણ આવુ જ એક નિવેદન આપ્યું છે. જેના કારણે […]

Top Stories India
jitendra odhave CAA પર NCP નેતાનું વિવાદીત નિવેદન, કહ્યું - જ્યારે તમારા પિતાજી માથું ઝુકાવીને બ્રિટિશરોનાં બુટ ચાટતા હતા, ત્યારે ...

નાગરિકતા સુધારણા અધિનિયમ સંદર્ભે દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ અને સમર્થન માટેનાં પ્રદર્શન હાલ પણ ચાલી રહ્યા છે. દરમિયાન નાગરિકત્વ કાયદા અને એનઆરસી અંગે નેતાઓના પણ રોજને રોજ કોઇ ને કોઇ વિરોધાભાસી નિવેદનો જોવા મળી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા જીતેન્દ્ર અવધે પણ આવુ જ એક નિવેદન આપ્યું છે. જેના કારણે વિરોઘનો વંટોળ સર્જાયો છે.

એનસીપી નેતા જિતેન્દ્ર અવધે કેન્દ્ર સરકાર પર એમ કહીને પ્રહાર કર્યા છે કે, તેઓ દેશવાસી હોવાના પુરાવા આપશે નહીં. એનસીપી નેતા જીતેન્દ્ર અવધનાં વિવાદીત નિવેદનનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એનસીપી નેતા જીતેન્દ્ર કહે છે, “હું દિલ્હીની ગાદીવાળાને પુછું છું કે, હવે તમે મને દેશવાસી હોવાનાં પુરાવા આપવા માટે કહેશો?” તો સાંભળો, જ્યારે તમારા પિતા માથું ઝુકાવીને અંગ્રેજોના શૂઝ ચાટતા હતા, ત્યારે મારા પિતા ફાંસીને ચુંબન કરવા માટે ‘ઇન્કિલાબ જિંદાબાદ’ જેવા નારા લગાવતા હતા. ‘

ખરેખર, નાગરિકત્વ કાયદા અંગે શાહીન બાગથી દિલ્હીના જુદા જુદા ભાગોમાં વિરોધ ચાલી રહ્યો છે. વિરોધી પક્ષો આ કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત, જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે, તે રાજ્યોએ તેનો અમલ નહીં કરવાની જાહેરાત કરી છે. તેમજ કેરળ સરકારે આ કાયદાની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

આપને જણાવી દઇએ કે, નાગરિકત્વ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના સભ્યો, જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં સ્થાનાંતરિત થયા હતા તેમને નાગરિકતા આપે છે, પરંતુ આજ તમામ દેશોમાંથી આવેલા રેફ્યુજી મુસ્લિમ સમુદાયનાં લોકોને નાગરિકત્વ આપતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.