Not Set/ ભારતીય બોટોની પાકિસ્તાન દ્વારા હરાજી, ગુજરાતના માછીમારોમાં દેશદ્રોહી પ્રવૃતિની આશંકા

પાકિસ્તાનની કેદ રહેલી ભારતીય બોટની હરાજી કરવામાં આવતા ગુજરાતભરના માછીમારોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. ભારતીય બોટોનો ઉપયોગ દેશદ્રોહી પ્રવૃતિમાં કરવામાં આવશે તેવો ભય પણ માછીમારોએ વ્યકત કર્યો છે. પાકિસ્તાન મરીન સિક્યોરીટી  એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. પાકિસ્તાનમાં કેદ રહેલા માછીમારોને સમયાંતરે મુક્ત પણ કરવામાં આવે છે પરંતુ […]

Gujarat Others
BOAT ભારતીય બોટોની પાકિસ્તાન દ્વારા હરાજી, ગુજરાતના માછીમારોમાં દેશદ્રોહી પ્રવૃતિની આશંકા

પાકિસ્તાનની કેદ રહેલી ભારતીય બોટની હરાજી કરવામાં આવતા ગુજરાતભરના માછીમારોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. ભારતીય બોટોનો ઉપયોગ દેશદ્રોહી પ્રવૃતિમાં કરવામાં આવશે તેવો ભય પણ માછીમારોએ વ્યકત કર્યો છે.

પાકિસ્તાન મરીન સિક્યોરીટી  એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. પાકિસ્તાનમાં કેદ રહેલા માછીમારોને સમયાંતરે મુક્ત પણ કરવામાં આવે છે પરંતુ ભારતીય બોટોને મુક્ત કરવામાં આવતી નથી.

હાલ ૧૧૦૦ જેટલી બોટ પાકિસ્તાનના કબજામાં છે.  તે પૈકીની પ૦૦ જેટલી બોટોની હરાજી કરવામાં આવી રહી છે. ભારતીય બોટોની હરાજી કરવામાં આવતા પોરબંદર સહિત ગુજરાતભરના માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

માછીમારોએ એવુ જણાવ્યુ હતુ કે આ બોટની હરાજી કરવામાં આવશે તો ભારતીય બોટની મદદથી દેશદ્રોહી પ્રવૃતિ થશે આથી વહેલી તકે પાકિસ્તાનમાં જે બોટોની હરાજી થઈ છે તેને સરકાર રોકાવે અને તેને મુક્ત  કરવા માટેના પ્રયાસો કરે.

તો બીજી તરફ માછીમાર આગેવાન જીવનભાઈ  જુગી એ જવાવ્યું હતું કે આવા બનાવ માછીમાર માટે દુઃખદ સમાચાર છે પરંતુ આ માટે સરકાર દ્વારા યોગ્ય રજૂઆત થવી જોઈએ.  પાકિસ્તાનમાં કરોડો રૂપિયાની કિંમતની ભારતીય બોટો બંધક છે તેમને મુક્ત કરવા માટે સરકાર નિષ્ફળ નિવડી છે જેને કારણે હાલ આ ભારતીય બોટોની હરાજી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા તાત્કાલિક આ બોટને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.