Not Set/ #CAB/ PM મોદીએ કહ્યું દેશનાં ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ, સોનિયા ગાંધીએ ગણાવ્યો કાળો દિવસ

# નાગરિકતા સુધારણા બિલ 201 9 રાજ્યસભામાંથી 125 વોટની બહુમત સાથે પારીત થઇ જતા.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજનાં દિવસને દેશનાં ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ ગણાવવામાં આવ્યો છે. PM મોદી દ્વારા ટ્વીટનાં માધ્યમથી કહેવામાં આવ્યું છે કે, ભારત અને આપણા રાષ્ટ્રની કરુણા અને ભાઈચારોની નિષ્ઠા માટેનો એક મહત્વપૂર્ણ દિવસ! ખુશી છે કે #રાજ્યસભામાં # CAB 2019 […]

Top Stories India
modi sonia #CAB/ PM મોદીએ કહ્યું દેશનાં ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ, સોનિયા ગાંધીએ ગણાવ્યો કાળો દિવસ

# નાગરિકતા સુધારણા બિલ 201 9 રાજ્યસભામાંથી 125 વોટની બહુમત સાથે પારીત થઇ જતા.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજનાં દિવસને દેશનાં ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ ગણાવવામાં આવ્યો છે. PM મોદી દ્વારા ટ્વીટનાં માધ્યમથી કહેવામાં આવ્યું છે કે, ભારત અને આપણા રાષ્ટ્રની કરુણા અને ભાઈચારોની નિષ્ઠા માટેનો એક મહત્વપૂર્ણ દિવસ! ખુશી છે કે #રાજ્યસભામાં # CAB 2019 પસાર થઈ ગયું છે. બિલની તરફેણમાં મત આપનારા તમામ સાંસદોનો આભાર. આ બિલ ઘણા વર્ષોથી જુલમ સહન કરનારા લોકોની વેદનાને દૂર કરશે.

#CAB રાજ્યસભામાંથી 125 વોટ સામે 105 વોટ સાથે પસાર થઇ જતા કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા આજનાં દિવસને દેશનાં ઇતિહાસનો કાળો દિવસ ગણાવવામાં આવ્યો છે. સોનિયા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતના બંધારણીય ઇતિહાસમાં આજનો દિવસ એક અંધકારમય દિવસ છે. કોંગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી વધુમાં જણાવ્યું હતું કે,  #સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ 2019 રાજ્યસભામાંથી પસાર થવું તે, ભારતનાં બહુવચનવાદ ઉપર સંકુચિત માનસિક અને ધર્મનિરપેક્ષ શક્તિઓની જીતની નિશાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.