ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વાંઠવાડીમાં કર્યું મતદાન,વધુ મતદાન કરવાની અપીલ

મહેમદાવાદના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૈાહાણે વાંઠવાડી મથકે મતદાન કર્યું છે

Top Stories Gujarat Gram Panchayat Election 21
aaaaaaaaaaaaaaaaaaarjunnnnnnn ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વાંઠવાડીમાં કર્યું મતદાન,વધુ મતદાન કરવાની અપીલ

કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણે કર્યું મતદાન
મહેમદાવાદના વાંઠવાડી ગામે કર્યું મતદાન
સૌને વધુમાં વધુ મતદાન કરવા માટે આહ્વાન કર્યું
નવા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યું

આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે મહેમદાવાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૈાહાણે મતદાન મથકે મતદાન કર્યું છે. તેમણે પોતાના ગામ વાંઠવાડી ગામે મતદાન કર્યુ છે,મતદાન બાદ તેમણે વધુમાં વધુ મતદાન કરવા માટે આહ્વાન કર્યું છે,વાંઠવાડીના તમામ લોકોને જણાવ્યું કે ચૂંટણીના પર્વમાંમ ઉત્સાહ પૂર્વક ભાગ લો. અને જે નવા મતદારો છે તે તેમનો મતાધિકારનો ઉપયો ગ કરે.

આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર સજ્જ છે. રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.

રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. આ ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે 53 હજાર 507 સભ્યો ચૂંટવા માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે